નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona Virus) ની સ્થિતિ અને વેક્સિન નિર્માણ પર પત્રકાર પરિષદ કરતા નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, વેક્સિનને લઈને પ્રતિકૂળ પ્રભાવ અને ગંભીર સમસ્યાઓ વિશે ચિંતાઓ હજુ સુધી વ્યાજબી લાગતી નથી. ડેટા જણાવે છે કે આપણે એક આરામદાયક સ્થિતિમાં છીએ અને અમે તમને વિશ્વાસ અપાવવી કે બંન્ને વેક્સિન સુરક્ષિત છે. અમે આ આંકડા સાથે વિશ્વાસ અપાવવા ઈચ્છીએ છીએ જે અમે જોયા છે કે બન્ને રસી સુરક્ષિત છે. વેક્સિનને લઈને ડર સમાપ્ત થવો જોઈએ. તેના વગર આપણે મહામારીને કઈ રીતે હરાવશું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, જે તમને આપવામાં આવતી રસી લેવામાં આવે નહીં તો આપણે સામાજિક જવાબદારી પૂરૂ કરી રહ્યાં નથી. વિશ્વમાં વેક્સિન માટે તાળીઓ વાગી રહી છે. હું ડોક્ટરો અને નર્સોને વેક્સિનનો સ્વીકાર કરવાની વિનંતી કરુ છું. તેમણે કહ્યું કે, એક નાસેલ રસીની ઓળખ કરવામાં આવી છે. આ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ માટે વિચાર માયે આવ્યા છે. જો આ કામ કરે છે તો તે ગેમ ચેન્જર થઈ શકે છે. 


Corona Vaccine) માટે એક દસ્તાવેજમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો રસીકરણને લીધે સાઇડ ઇફેક્ટ થાય છે કે પ્રતિકૂળ સ્થિતિ થાય તો હોસ્પિટલમાં દાખલ કરાવવાનો ખર્ચ અધિકારીઓ દ્વારા વહન કરવામાં આવશે. 


કેન્દ્રીય સચિવે કહ્યુ કે, આજે સવાર સુધી દેશમાં 4,54,049 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 2 લાખ થઈ ગઈ છે, જેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરરોજ મૃત્યુની સંખ્યા હવે 140 છે. દેશમાં માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ સક્રિય કેસ છે. કેરલમાં 68000થી વધુ સક્રિય કેસ છે તો મહારાષ્ટ્રમાં 51 હજારથી વધુ છે. 


આ પણ વાંચોઃ Bharat Biotech ની ચેતવણી! આ સ્થિતિમાં ન લગાવડાવો Covaxin વેક્સિન


તેમણે કહ્યું કે, અમેરિકામાં પ્રથમ સપ્તાહે  5,56,208 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આપણે ત્રણ દિવસમાં આ નંબર પાર કરી લેશું. બ્રિટનમાં પ્રથમ સપ્તાહે 1,37,897 લોકોને રસી લગાવવામાં આવી છે. તો રશિયાએ પ્રથમ સપ્તાહે 52000 લોકોનું રસીકરણ કર્યું છે. 


તેમણે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી 1.52 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટ 5.63 ટકા છે અને મૃત્યુદર 1.44 ટકા છે. પ્રતિ 10 લાખની વસ્તીમાં 7668 કોરોનાના નવા કેસ નોંધાયા છે. પ્રતિ 10 લાખની વસ્તીમાં 110 લોકોના મૃત્યુ થયા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube