નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના ઓછા થતાં કેસ અને રસીકરણની સ્થિતિ પર પત્રકાર પરિષદ કરી નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, હાલ વાયરસનું પ્રસારણ ખુબ ઓછુ છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ 2020ના મુકાબલે વધુ ચાલાક થઈ ગયો છે. આપણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આપણે વધુ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. માસ્ક પહેરીને રાખવુ પડશે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેના વગર પરિસ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટની મહત્વની ભૂમિકા
તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટે કોરોનાની બીજી લહેરમાં મહત્વની ભૂમિકા ભજવી. આ વેરિએન્ટના એક વધારાના મ્યૂટેશનની જાણકારી મળી છે, જેને ડેલ્ટા પ્લસના રૂપમાં ઓળખવામાં આવે છે. તેની વૈશ્વિક ડેટા સિસ્ટમ પ્રસ્તુત કરવામાં આવી છે. તે માર્ચમાં યૂરોપમાં જોવા મળ્યો હતો અને 13 જૂને જાહેર ડોમેનમાં લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો એક પ્રકારનો ઇન્ટરેસ્ટ છે. હજુ આ વેરિએન્ટની ચિંતાને એક પ્રકારના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી નથી. જાહેર ડોમેનમાં ઉપલબ્ધ આંકડા અનુસાર, આ વેરિએન્ટ મોનો ક્લોનલ એન્ટીબોડીના ઉપયોગને સમાપ્ત કરે છે. અમે આ વેરિએન્ટ વિશે અભ્યાસ કરશું અને માહિતી મેળવીશું. 


આ પણ વાંચોઃ LJP માં બબાલ યથાવત, હવે ચિરાગે કાકા સહિત પાંચેય બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી હટાવ્યા  


ડો. પોલે કહ્યુ કે, નોવાવૈક્સ વેક્સીનનું પરિણામ આશાજનક છે. અમે સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ ડેટા પરથી નિર્ણય લઈ રહ્યા છીએ કે આ રસી ખૂબ સલામત અને ખૂબ અસરકારક છે. તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહી છે અને એડવાન્સ તબક્કો પૂરો થવા પર છે. નોવાવૈક્સ વેક્સિનનું ઉત્પાદન થોડા સમય માટે રહેશે. હું તે પણ આશા કરી રહ્યો છું કે તે (અમેરિકી કંપની નોવાવૈક્સ) બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરશે. 


નવા કેસોની ગતિમાં 85 ટકાનો ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, કોરોનાના પીક સાથે તુલના કરવામાં આવે તો કોરોના કેસોની ગતિમાં 85 ટકાનો ઘટાડો થયો છે. 75 દિવસ બાદ આ સ્થિતિ જોવા મળી છે. તેનાથી ખ્યાલ આવે છે કે દેશભરમાં સંક્રમણ દર સતત ઘટી રહ્યો છે. દેશમાં 9 લાખની નજીક એક્ટિવ કેસ છે. 50 રાજ્યોમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. અન્ય રાજ્યોમાં પણ સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,17,525 લોકો રિકવર થયા છે. 


આ પણ વાંચોઃ Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી  


કોરોનાની બીજી લહેરની બાળકો પર વધુ અસર નહીં
કોરોનાની બીજી લહેરમાં કિશોરો અને બાળકો પર વધુ કહેરની વાતને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નકારી દેવામાં આવી છે. એટલું જ નહીં મંત્રાલયે તેને લઈને આંકડા પણ જાહેર કર્યા છે, જે તેની પુષ્ટિ કરે છે. લવ અગ્રવાલે કહ્યુ કે, કોરોનાની પ્રથમ લહેરમાં 1-10 વર્ષ ઉંમર વર્ગમાં 3.28 ટકા બાળકો સંક્રમિત થયા, જયારે બીજી લહેર દરમિયાન 3.05 ટકા બાળકો સંક્રમિત થયા. પ્રથમ લહેરમાં 11-20 વર્ષની ઉંમર વર્ગમાં 8.03 ટકા અને બીજી લહેરમાં 8.5 ટકા બાળકો સંક્રમિત થયા છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube