નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દેશમાં કોરનાના મામલાની નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કોરોનાના મામલાના સર્વેલન્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલાના દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી લાગૂ રહેવા માટે વિસ્તાર કર્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કન્ટેઈનમેન્ટ ઝોનનાં સાવધાની રાખવી જોઈએ. આ ઝોનની અંદર લાગૂ થયેલા નિયમોનું સખત રીતે પાલન કરવું જોઈએ. કોરોના પીડિતો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને તેને પણ કડક રીતે લાગૂ કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયે કહ્યું કે, બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે સાવચેતી રાખવાની જરૂરીયાત છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, પરંતુ વિશ્વ સ્તર પર કેસમાં વૃદ્ધિ થઈ છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને કન્ટેઇન્મેન્ટ ઝોન પર ધ્યાન આપવા અને સરહદ બંધ માટે કહ્યું છે અને કહ્યું છે કે કડક રીતે એસઓપીનું પાલન કરવું જોઈએ. 


સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી  

ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે કોરોના વાયરસના  20,021 નવા કેસ સામે આવ્યા છે અને 279 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કુલ કેસ  1,02,07,871 થઈ ચુક્યા છે. અત્યાર સુધી કોરોનાથી 1,47,901 દર્દીઓના મૃત્યુ થયા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube