નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસ અને મોતના આંકડામાં ઉતાર ચઢાવ ચાલુ છે. દેશભરમાં એકવાર ફરીથી 2 લાખથી વધુ કોવિડ-19ના કેસ નોંધાયા છે. જ્યારે 3800થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે બહાર પડેલા આંકડા મુજબ 2.08 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4100થી વધુ લોકોના મોત થયા હતા. 


દેશભરમાંથી 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા 2,11,298 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,73,69,093 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 2,83,135 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં 2,46,33,951 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 24,19,907 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 20,26,95,874 રસીના ડોઝ અપાયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube