નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona virus) વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે સોમવારે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. હવે કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે અંતર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ.


કેન્દ્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે NTAGI અને વેક્સિનેશન એક્સપર્ટ ગ્રુપના તાજા રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો જોઈએ. દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહ વચ્ચે આપવામાં આવે તો તે વધુ લાભદાયક હશે. 


આ પણ વાંચોઃ Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડી, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. ફિલ્મી છે આખી કહાની


તમને જણાવી દઈએ કે કોવિશીલ્ડ વેક્સિન પુણેના સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ સૌથી વધુ ઉપયોગ આ વેક્સિનનો થઈ રહ્યો છે. હાલના સમયમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસ છે. 


દેશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
ભારતમાં કોરોના વેક્સિનેશન મિશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું, તો બીજો ફેઝ 1 માર્ચથી શરૂ થયો હતો. અત્યાર સુધી દેશમાં ચાડા સાર કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. અત્યારે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45થી 59 વર્ષની ઉંમરના લોકો જે ગંભીર બીમારીથી ગ્રસ્ત છે તેને વેક્સિન આપવામાં આવી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube