Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડીઓ, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. આખી ફિલ્મી છે અત્યાર સુધીની કહાની

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળ્યા પછી 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઘટનાઓ સનસનીખેજ વળાંક લેતી ગઈ. તેમાં પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતનો પણ આરોપ છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો હડકંપ મચી ગયો છે.

Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડીઓ, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. આખી ફિલ્મી છે અત્યાર સુધીની કહાની

મુંબઈ: મહારાષ્ટ્ર ATSએ બિઝનેસમેન મનસુખ હિરેન (Mansukh Hiren) ની કથિત હત્યામાં રવિવારે 2 લોકોની ધરપકડ કરી. ધરપકડ કરાયેલ લોકોમાં એક પોલીસકર્મી વિનાયક શિંદે અને બીજો સટ્ટાબાજ નરેશ ગોરે છે. ATSએ આખા મામલામાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ને મુખ્ય આરોપી બનાવ્યો છે. મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચે મળ્યો હતો. પરંતુ આ આખો મામલો 25 ફેબ્રુઆરી સુધી જાય છે. જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી હતી. પછી મનસુખે જણાવ્યું હતું કે આ તેની કાર છે, જે હાઈવે પરથી ગાયબ થઈ ગઈ હતી. 25 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી શું-શું થયું. આવો તારીખવાર નજર કરીએ.

 25 ફેબ્રુઆરી:

મુકેશ અંબાણીની સિક્યોરિટીએ પોલીસને જણાવ્યું કે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સામે એક બિનવારસી સ્કોર્પિયો ઉભી છે.

 25 ફેબ્રુઆરી:

બોમ્બ સ્ક્વોડે સ્કોર્પિયોની તપાસ કરી તો તેમાંથી વિસ્ફોટક જિલેટીનની 20 સળી, એક ધમકી ભરેલ પત્ર અને ચાર નકલી નંબર પ્લેટ મળી. જે અંબાણીના કાફલાની કાર સાથે મળતી આવતી હતી. ગામદેવી પોલીસે FIR દાખલ કરી.

26 ફેબ્રુઆરી:

ક્રાઈમ ઈન્ટેજિલન્સ યૂનિટના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને આખા કેસની તપાસ સોંપવામાં આવી

27 ફેબ્રુઆરી:

થાણેના રહેવાસી મનસુખ હિરેને દાવો કર્યો કે બિનવારસી સ્કોર્પિયો તેની છે. જે 17 ફેબ્રુઆરીથી તે સમયથી ગાયબ છે.જ્યારે તેણે કારને વિખરોલી હાઈવે પર ટેકનિકલ ગરબડ થતાં પાર્ક કરી હતી.

 27 ફેબ્રુઆરી:

પરંતુ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે સવારે 2:18 કલાકે એક અજાણ્યા વ્યક્તિએ સ્કોર્પિયોને એન્ટીલિયા પાસે પાર્ક કરી અને સફેદ રંગની ઈનોવા કારમાં બેસીને જતો રહ્યો. આ ઈનોવા સ્કોર્પિયોની પાછળ પાછળ ચાલી રહી હતી. સવારે 3:05 કલાકે નકલી નંબર પ્લેટવાળી આ કાર મુલુંડ ટોલનાકા પર જોવામાં આવી.

 27 ફેબ્રુઆરી:

થાણેથી એન્ટીલિયા સુધી જેટલાં પણ સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં બંને કારના ડ્રાઈવરના ચહેરા સ્પષ્ટ ન હતા.

4 માર્ચ:

મનસુખ હિરેન ઘરથી નીકળ્યા પરંતુ ઘરે પાછા ફર્યા નહીં.

5 માર્ચ:

મનસુખ હિરેનનો મૃતદેહ મુંબ્રા ખાડીમાંથી મળ્યો.

6 માર્ચ:

મહારાષ્ટ્ર ATSએ કેસ પોતાના હાથમાં લીધો.

8 માર્ચ:

કેન્દ્ર સરકારે NIAને તપાસનું નોટિફિકેશન જાહેર કરી દીધું

12 માર્ચ:

NIAએ સચિન વાઝેની મેરેથોન પૂછપરછ કરી.

13 માર્ચ:

લાંબી પૂછપરછના બીજા દિવસે સચિન વાઝેની સ્કોર્પિયોમાં વિસ્ફોટક રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી.

 15-19 માર્ચ:

NIAએ વાઝેના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી ઓફિસમાંથી કમ્પ્યૂટરનું સીપીયુ, કાગળો, એક મર્સિડીઝ જપ્ત કરી. મર્સિડીઝમાંથી 5.7 લાખ રૂપિયા અને એક નોટ ગણવાનું મશીન પણ હતુ. તે સિવાય એક ટોયોટા પ્રાડો કાર પણ જપ્ત કરવામાં આવી.

19 માર્ચ:

મુંબઈના પોલીસ કમિશનર પરબીર સિંહની ટ્રાન્સફર કરવામાં આવી. તેમની જગ્યાએ હેમંત નગરાલે નવા પોલીસ કમિશનર બન્યા.

20 માર્ચ:

પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને એક પત્ર મોકલ્યો. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝેને એક મહિનામાં 100 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા કહ્યું હતું.

21 માર્ચ:

બીજેપીએ અનિલ દેશમુખના રાજીનામાની માગણી કરતાં આખા મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યુ

21 માર્ચ:

ATSએ મનસુખ હિરેન મર્ડર કેસમાં વિનાયક શિંદે અને નરેશ ગોરેની ધરપકડ કરી. જેમાં વિનાયક શિંદે પોલીસ કર્મચારી છે. જ્યારે નરેશ ગોરે એક સટ્ટાબાજ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news