Crime Free Village: તમને જો કોઈ એમ કહે કે એવી કોઈ જગ્યા કહો કે જ્યાં કોઈ ગુનો થતો જ નથી તો તમને એ માન્યમાં આવે ખરું? ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક ગુનો તો થતો જોવા મળે જ છે. જ્યાં ગુનો થયા બાદ પોલીસ પાસે લોકો જતા હોય છે પરંતુ એક ગામ એવું પણ છે જ્યાં ક્યારેક પોલીસના પગલાં પડ્યા નથી કે ગામવાળા પોલીસ પાસે ગયા નથી. ક્યારેય રેપ, ચોરી, લૂંટફાટ કે હત્યા જેવા કોઈ બનાવ નોંધાયા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગીને નવાઈ? આ વાત સાચી છે અને આવું ક્રાઈમ ફ્રી ગામ આપણા જ દેશમાં છે. નોર્થ ઈસ્ટ રાજ્ય આસામમાં આ ગામ આવેલું છે. આસામના નાગાંવ જિલ્લામાં સહરિયા નામનું ગામ વસેલું છે. આ ગામને વર્ષ 1998માં બોડો લોકોએ વસાવ્યું હતું. આ ગામમાં અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો નથી. ગામમાં ક્યારેય પોલીસ પણ પ્રવેશી નથી. પોલીસના જણાવ્યાં મુજબ ક્યારેય આ ગામમાં જવાની જરૂર પડી જ નથી. 


ઈટીવી ભારતના એક અહેવાલ મુજબ અહીંના લોકોને એ તો ખબર છે કે પોલીસ કોને કહેવાય પરંતુ તેનું શું કામ હોય છે તે તેમને ખબર જ નથી હોતી. જો કોઈ છૂટો છવાયો મામલો બને તો ગામના લોકો પરસ્પર જ તેનું સમાધાન લાવી દે છે. રસપ્રદ વાત તો એ છે કે ગામના લોકો કોઈના વિરુદ્ધ કેસ કેવી રીતે કરવો તે પણ જાણતા નથી. આ ગામ અસલ અર્થમાં ભાઈચારાની મિસાલ રજૂ કરે છે. 


રિપોર્ટ મુજબ ગામમાં આશરે 600 લોકો રહે છે. ગ્રામીણો મોટાભાગે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં લોકો એકસાથે મળીને બધા તહેવારો ઉજવે છે. આ ગામના લોકો બગારમ બાદ, બીહૂ, ઉરુકા અને બીતુ પૂજા જેવા તહેવારો ભેગા મળીને ઉજવે છે. લાગીને તમને પણ નવાઈ....આવું પણ એક ગામ છે આપણા દેશમાં. 


જુઓ Live TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube