Congress News: શું કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ? શુક્રવારે પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક
શુક્રવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. બેઠક સવારે 10.30 કલાકે યોજાશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ શુક્રવારે પોતાની કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠક કરવા જઈ રહી છે. આ બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક શુક્રવારે સવારે 10.30 કલાકે વર્ચ્યુઅલી મળશે.
સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે-સાથે કિસાન આંદોલન અને અન્ય મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલીઝંડી મળી શકે છે અને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને અંતરિમ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
Lalu Yadav Health Update: લાલુ યાદવની સ્થિતિ ગંભીર, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં ઇન્ફેક્શન
બિહા વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના સક્રિય અધ્યક્ષ બનાવવાની માંગ ફરી ઉઠાવી હતી. આમ કોંગ્રેસ નેતાઓનો એક મોટો વર્ગ લાંબા સમયથી લોબિંગ કરી રહ્યો છએ કે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસની કમાન મળવી જોઈએ. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ હાલમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસના 99.99 ટકા લોકો ઈચ્છે છે કે રાહુલ ગાંધી ફરીથી તેમનું નેતૃત્વ કરે.
કોંગ્રેસ શાસિત રાજ્ય પણ રાહુલની સાથે
એટલું જ નહીં કોંગ્રેસ શાસિત ચારેય રાજ્યોના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ અને નારાયણસામી પણ રાહુલના સમર્થનમાં છે. પાર્ટીની હાલની સ્થિતિ અને નેતૃત્વની શૈલી પર સવાલ ઉઠાવનારા 23 અસંતુષ્ટ નેતાઓના જૂથને તેને લઈને હાલ દુવિધા અને સસ્પેન્સ બંન્ને છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube