નવી દિલ્હીઃ ચક્રવાત બિપરજોયે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક એન્ટ્રી કરી લીધી છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેની ગતિ 140 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે- ચક્રવાતના ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચક્રવાતના ખતરાને જોતા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ- ગાઢ વાદળોએ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ ચક્રવાતના ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે મધ્ય રાત્રિ સુધી પૂરી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતને કારણે ભારે વરસાદ પડશે અને 'આકાશી ભરતી' પેદા થવાને કારણે 2-3 મીટર ઊંચા મોજાઓ ઉછળી શકે છે. ચક્રવાતને કારણે ગુજરાતના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લામાં પૂર પણ આવી શકે છે. 


સાવચેતીના ભાગ રૂપે જિલ્લાઓમાં એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને બીએસએફના જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પુરની સંભાવનાને જોતા આઠ જિલ્લાના 1 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની 15 અને એસડીઆરએફની 12 ટીમોને રાહત તથા બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Biparjoy Cyclone: વાવાઝોડાની રેલ સેવા પર અસર, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન થઈ રદ્દ


આ રાજ્યોમાં જોવા મળશે અસર, પડશે વરસાદ
આગામી ચાર દિવસ સુધી ચક્રવાતને કારણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં વરસાદ પડી શકે છે. પરંતુ દિલ્હીમાં આ ચક્રવાતની આશા ઓછી છે. પરંતુ રાજધાનીમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતી પવનોને કારણે દિલ્હીમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહી શકે છે. બિપરજોયને કારણે મધ્ય પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે. તો પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube