Cyclone Biparjoy Latest Update: ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બનેલું ઊંડા દબાણનું ક્ષેત્ર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન બિપોરજોયમાં ફેરવાઈ ગયું છે. આઈએમડીએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આગામી 6 કલાક દરમિયાન  બિપોરજોય ઉત્તર તરફ આગળ વધશે. આઈએમડીએ આજે આ અંગે ચેતવણી જારી કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં કોંકણના કાંઠા વિસ્તારો રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ ઉપરાંત મુબઈ, થાણા અને પાલઘરમાં પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછીમારોને ચેતવણી
ચક્રવાત બિપોરજોય એક ઓછા દબાણનું ક્ષેત્ર છે. જે હાલમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર બનેલું છે. આગામી 48 કલાકમાં તે વધુ તીવ્ર થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને બાકીના 72 કલાકમાં ચક્રવાત તોફાન પોતાની તીવ્રતા પર પહોંચી શકે છે. ચક્રવાતનો ટ્રેક હજુ સ્પષ્ટ નથી. ચક્રવાત બિપોરજોય એ આ સીઝનમાં અરબ સાગર પર બનનારું પહેલું વાવાઝોડું છે. બિપોરજોય નામ બાંગ્લાદેશ દ્વારા અપાયું છે. કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા પર 8થી 10 જૂન સુધી સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 


ગુજરાતમાં પણ અલર્ટ
બિપોરજોય વાવાઝોડાનું જોખમ જોતા ગુજરાતમાં પણ સુરક્ષા કારણો સર પગલાં લેવાના શરૂ કરી દેવાયા છે. ગુજરાતના તમામ પોર્ટને અલર્ટ મોડ પર રહેવાનું જણાવાયું છે. તોફાનના કારણે હવામાન ખરાબ રહી શકે છે. પ્રશાસને માછીમારોને દરિયામાં ઊંડે સુધી ન જવાની સલાહ આપી છે. તોફાનના જોખમને જોતા ગુજરાતના બંદરોને ખાસ સુરક્ષા વર્તવાનું કહેવાયું છે. 


ખતરનાક સ્વરૂપ ધારણ કરશે 'બિપોરજોય', આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!


ગુજરાત તરફ આવતા વિનાશક વાવાઝોડા સામે લડવા સરકાર સતર્ક, જાણો કેવી છે તૈયારી


170ની સ્પીડે ફૂંકાશે પવન! વિનાશ વેરવા આવ્યું વાવાઝોડુ, બંદરો પર લાગ્યા સિગ્નલ


બંદરો પર લાગ્યા સિગ્નલ
ગુજરાતના દમણ, ભરૂચથી માંડીને કચ્છના જખૌ સુધીના તમામ બંદરો પર ચેતવણી સૂચક DW-2 સિગ્નલ લાગ્યા છે. આ વાવાઝોડું ગઈ કાલે સાંજે પોરબંદરથી 1100 કિમી અને ગોવાથી 900 કિમી દૂર હતું. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોથી મળતા અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ, તેમજ નવલખી, જામનગર, પોરબંદર સહિત તમામ બંદરો ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલિકટ થઈને તલપો સુધીના  તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. 


હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડુંની તા 10, 11ના રોજ પવનની ચક્રાકાર ગતિ 150થી 170 કિમી સુધી પહોંચશે જે પ્રચંડ શક્તિશાળી હોય છે. ત્યારે હવામાન શાસ્ત્રની ભાષામાં તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. વાવાઝોડું ગુજરાતના કચ્છથી મહારાષ્ટ્ર થઈને કર્ણાટક, દક્ષિણ ભારત સુધીના દરિયામાં અસર કરે તેવી શક્યતા છે. શક્તિશાળી ચક્રવાતની દિશા બદલાતી રહે છે. જો તે જરાક પૂર્વ દિશામાં વળે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વ્યાપક અસર થાય તેવી શક્યતા છે. ખાસ કરીને તાં 13ની આસપાસ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો નજીક વાવાઝોડું આવી પહોંચે તેવી શક્યતા છે. 


બીજીજ બાજુ ગુજરાતમાં કાલે નૈઋત્યના પવનો  પણ શરૂ થયા છે. 9 અને 10 તારીખે ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર સહિત જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube