દરિયો તોફાની બનતા 170ની સ્પીડે ફૂંકાશે પવન! વિનાશ વેરવા આવ્યું વાવાઝોડુ, ગુજરાતના બંદરો પર લાગ્યા સિગ્નલ
Gujarat Cyclone Biporjoy: અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ તેમજ નવલખી,જામનગર, પોરબંદર સહિત તમામ બંદરોએ ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલીકટ થઈને તલપોના સુધીના તમામ બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. માછીમારી તા.1 જૂનથી બંધ કરાઈ છે અને હાલ દરિયો નહી ખેડવા ચેતવણી વકી છે.
ગુજરાતમાં તા.9,10 ફરી વરસાદની આગાહી
બદલાતા વાતાવરણ સાથે દરિયો તોફાની બન્યો
અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું
ગુજરાતના બંદરોએ સિગ્નલ લાગ્યા
Trending Photos
Gujarat Cyclone Biporjoy/ ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત માટે આ જોખમી સમાચાર છે. ગુજરાત પર ત્રાટકી શકે છે વિનાશક વાવાઝોડું. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાત પર ભારે છે. ગુજરાતના માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે, તા.9, 10ના રોજ 150-170 કિમીની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે. આગામી 9 જૂનથી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો રહેશે.હાલ દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાતા ગુજરાતના બંદરોએ સિગ્નલ લાગ્યા હતા.
કયા કયા બંદરો પર લાગ્યા અલર્ટના સિગ્નલ?
અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ તેમજ નવલખી,જામનગર, પોરબંદર સહિત તમામ બંદરોએ ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલીકટ થઈને તલપોના સુધીના તમામ બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. માછીમારી તા.1 જૂનથી બંધ કરાઈ છે અને હાલ દરિયો નહી ખેડવા ચેતવણી વકી છે.
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં આજે ડીપ ડીપ્રેસન સાયક્લોનમાં ફેરવાયું છે. અને ૧૩ દેશોએ આપેલા નામ મુજબ આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપેલા નામ મુજબ 'બિપોરજોય, રાખવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં મોખા પછી પ્રિમોન્સૂન સીઝનમાં આ બીજુ વાવાઝોડુ ત્રાટકી રહ્યું છે. જેના પગલે ગુજરાતના દમણ,ભરુચથી માંડીને કચ્છના જખૌ સુધીના તમામ બંદરો જારી કરાઈ છે. ઉપર ચેતવણી સુચક DW-2 સિગ્નલ લાગ્યા છે. આ ચક્રવાત આજે સાંજની સ્થિતિએ પોરબંદરથી ૧૧૩૦ કિ.મી.અને ગોવાથી ૯૦૦ કિ.મી.દૂર હતું.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને વ્યાપક અસરની સંભાવનાઃ
આ શક્તિશાળી ચક્રવાતની દિશા બદલાતી રહે છે અને જો તે જરાક પૂર્વ દિશા તરફ વળે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આ વ્યાપક અસર થવાની સંભાવના છે. ખાસ કરીને તા.૧૩ આસપાસ સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તાર નજીક આ વાવાઝોડુ આવી પહોંચવાની
વાવાઝોડાની ગતિ કેટલી રહેશે?
મૌસમ વિભાગ અનુસાર આ વાવાઝોડુ ઉત્તર દિશા તરફ આગળ વધતું જશે અને વધુને વધુ શક્તિશાળી બનશે. તા. ૧૦,૧૧ના આ વાવાઝોડામાં પવનની ચક્રાકાર ગતિ 150 થી 170કિ.મી. સુધી પહોંચશે જે પ્રચંડ શક્તિશાળી હોય છે. દ્વારકાના દરિયામાં ભડકેશ્વર મહાદેવ પાસે ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તો હજારો શ્રધ્ધાળુઓ જ્યાં આવતા હોય છે તે ગામતીખાટે પણ ૧૦-૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતાં.
વાવાઝોડાની ક્યાં વ્યાપક અસરની સંભાવના છે?
ખુબ જ તીવ્રતાથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જે આગળ જતા 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ 'માં ફેરવાશે. આ વાવાઝોડાની ગુજરાતના કચ્છથી મહારાષ્ટ્ર થઈને કર્ણાટક, દક્ષિણ ભારત સુધી વ્યાપક અસર થશે. બીજી તરફ ગુજરાતમાં આજે નૈઋત્યના પવનો એટલેકે, જે દિશાએથી વરસાદ અને હાલ વાવાઝોડુ આવવાની પણ સંભાવના છે તે પણ આવવાના શરૂ થયા છે. 13 જૂન આસપાસ આ વાવાઝોડાને કારણે ગુજરાતને અસર પહોંચી શકે છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં થઈ શકે છે વરસાદ?
વાવાઝોડા અને પવનની ગતિ બદલાઈ રહી છે. સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. જેને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને તા.૯ અને તા.૧૦ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ભાવનગર સહિત જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે