મુંબઇ: તૌકતે વાવાઝોડાને કારણે 17 મેના રોજ ટગબોટ વરપ્રદા દરિયામાં ડૂબી ગઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. 17 મેના રોજ બાર્જ P305 અને ટગબોટ વરપ્રદા ડૂબી ગયા હતા, આ બંને પર કુલ 274 લોકો સવાર હતા. જેમાંથી 188 લોકોને બચાવવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાકીના લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 મૃતદેહો એટલી ખરાબ હાલતમાં મળી આવ્યા હતા કે તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. તેથી આ તમામ મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો અને આ વચ્ચે દરિયાના ભારે ઉંચા ઉછળતા મોજા વચ્ચે ડૂબતી ટગબોટનો વીડિયો સામે આવ્યો છે.


જુઓ વીડિયો:- 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube