Cyclone Yaas થી સાવધાન! ભારતીય રેલવેએ 90 ટ્રેનો રદ કરી, વિમાન સેવા ઉપર પણ અસર
દેશના પશ્ચિમ ભાગમાં ચક્રવર્તી તોફાન તૌકતે દ્વારા તબાહી મચ્યા બાદ હવે દેશના પૂર્વ ભાગમાં તેનાથી પણ ખતરનાક તોફાન યાસ ત્રાટકવાનું છે. આ તોફાનની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારો પર પડશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સમુદ્ર કિનારે તોફાનની સૌથી વધુ અસર રહેશે જ્યારે ઝારખંડમાં ભારે વરસાદની આશંકા છે.
કોલકાતા: દેશના પશ્ચિમ ભાગમાં ચક્રવર્તી તોફાન તૌકતે દ્વારા તબાહી મચ્યા બાદ હવે દેશના પૂર્વ ભાગમાં તેનાથી પણ ખતરનાક તોફાન યાસ ત્રાટકવાનું છે. આ તોફાનની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારો પર પડશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સમુદ્ર કિનારે તોફાનની સૌથી વધુ અસર રહેશે જ્યારે ઝારખંડમાં ભારે વરસાદની આશંકા છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ 3 રાજ્યો ઉપરાંત આંધ્ર પ્રદેશ અને આંદમાન નિકોબારમાં તોફાનનો કહેર વર્તાવવાની આશંકા છે.
16-17 મેના રોજ તૌકતેએ ગુજરાતને ઘમરોળ્યું હતું
આ મહિનાની 16 અને 17 મેના રોજ દેશના પશ્ચિમ ભાગમાં મહારાષ્ટ્ર અને ગુજરાત, ગોવા, કર્ણાટક સહિતના કેટલાક રાજ્યોને તૌકતેએ ઘમરોળ્યું હતું. આ તોફાનના કારણે લગભગ 100 જેટલા લોકોના મોત થયા અને 16 હજારથી વધુ ઘર તબાહ થયા.
Weather Update 25 May: વાવાઝોડુ Yaas આ રાજ્યોને ઘમરોળશે, અમ્ફાન કરતા વધુ તબાહી મચાવે તેવી આશંકા
જોખમ જોતા ભારતીય રેલવેએ 90 ટ્રેનો રદ કરી
તોફાનના જોખમને જોતા ભારતીય રેલવેએ બંગાળ અને ઓડિશા રૂટ પર દોડતી 90 ટ્રેનોને રદ કરી છે. ઉત્તર રેલવેએ દિલ્હીથી ઓડિશાના ભુવનેશ્વર અને પૂરી જતી એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરી છે. જ્યારે દક્ષિણ રેલવેએ પણ યાસના કારણે અનેક ટ્રેન સેવાઓ અસ્થાયી રીતે રદ કરી છે. આ અગાઉ રવિવારે પૂર્વ રેલવેએ 29 મે સુધી 25 ટ્રેનો રદ કરી હતી.
LIC ની પોલીસી તમે લીધી છે? તો થઈ જાઓ સાવધાન...જીવનભરની કમાણી પળભરમાં ડૂબી શકે છે
હાલાત પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નજર
તોફાનના ખુબ જ ખતરનાક સ્વરૂપને જોતા છેલ્લા 2 દિવસમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 2 મોટી બેઠક કરી ચૂક્યા છે. 23 મેના રોજ પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી. તોફાનવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત બીજે ખસેડવા જણાવ્યું. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના સીએમ જગન રેડ્ડી. ઓડિશાના સીએમ નવીન પટનાયક સાથે મહત્વની બેઠક કરી. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા ઉપરાંત જે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં 24 ઓક્સિજન પ્લાન્ટ છે તેને બચાવવા પર પણ ચર્ચા થઈ. ગત વર્ષે અમ્ફાને બંગાળમાં ખુબ તબાહી મચાવી હતી. આ વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોશિશ છે કે યાસથી તબાહી ઓછામાં ઓછી થાય.
સરકાર માટે તૌક્તે કરતા પણ મોટો પડકાર છે યાસ વાવાઝોડું
વાત જાણે એમ છે કે તૌકતે તોફાનની સરખામણીમાં યાસ તોફાન મોટો પડકાર છે. આ પડકાર ઓક્સિજનના પ્લાન્ટને લઈને છે. દેશમાં કોરોના સંક્રમણના દોરમાં પ,બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના ઓક્સિજન પ્લાન્ટથી દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન સપ્લાય થાય છે. જો તોફાનથી આ પ્લાન્ટને નુકસાન પહોંચ્યું તો દેશમાં ઓક્સિજનની સમસ્યા એકવાર ફરીથી શરૂ થઈ શકે છે.
તમારા આધાર કાર્ડનો કોણ અને ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, આ રીતે માહિતી મેળવો
ઓડિશામાં મોતા પાયે ODRF અને NDRF ના જવાન તૈનાત
ઓડિશા અને ઝારખંડમાં પણ તોફાનનું જોખમ છે. જેને જોતા રાજ્ય અલર્ટ પર છે. ઓડિશામાં મોટા પાયે ODRF અને NDRF ના જવાનોની તૈનાતી થઈ છે. છેલ્લા 2 દિવસથી ઓડિશામાં સૌથી વધુ જોખમવાળા વિસ્તારોમાં કોસ્ટ ગાર્ડના જવાનો હેલિકોપ્ટરથી નિગરાણી કરી રહ્યા છે. સમુદ્રમાં ન જવાની ચેતવણી અપાઈ ચૂકી છે. ઓડિશાના બાલાસોરમાં ODRFના 800 જવાનો તૈનાત છે.
ઝારખંડના આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા ઉપરાંત ઝારખંડમાં પણ તોફાન બાદ ભારે વરસાદની આશંકા છે. ઝારખંડના પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ, સિમડેગા, સરાયકેલા, ખરસાવા, રાંચી, ગુમલા, ખૂંટી, હજારીબાગ, બોકારો, દેવઘર, ધનબાદ, દુમકા અને ગિરિડીહમાં તોફાન બાદ ભારે વરસાદ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube