દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પ્રશ્ન – તારીખનો સુમેળ કેવી રીતે ગોઠવવો

  • પોતાની જે જન્મ તારીખ હોય તેનો સરવાળો કરવો

  • એ સરવાળો પોતાનો લક્કી નંબર સમજવો

  • દા.ત. 5-1-2005 હોય તો સરવાળો 13 એટલે 1+3=4

  • આમ 4 એ તમારો લકી નંબર થયો

  • 4 તારીખે તમે કોઈ કાર્યનું આયોજન કરી શકો...

  • 4 તારીખે તમે શિવજીનું સ્મરણ કરી કાર્ય પ્રારંભ કરશો તો શુભફળ મળશે.

  • આવતીકાલથી આમ 1 થી 9 નંબર સુધીની માહિતી આપીશ


તારીખ

14 નવેમ્બર, 2018, બુધવાર

માસ

કાર્તિક સુદ સાતમ (વૃદ્ધિતિથિ છે)

નક્ષત્ર

શ્રવણ

યોગ

ગંડ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)


  1. વ્યતિપાત-મહાપાત યોગ સાંજે 4.16 થી રાત્રે 1.56 સુધી

  2. આ યોગની ગણના શુભયોગમાં નથી થતી

  3. વળી, આજે ચંદ્રદેવ પૃથ્વીથી દૂરના અંતરે છે

  4. ઓમ નમોભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો

  5. લક્ષ્મીનારાયણની પૂજાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય


રાશિ ભવિષ્ય (14-11-2018)


મેષ (અલઈ)

  • આજે આકરી ભાષા બની શકે છે

  • પરદેશના યોગ પણ રચાયા છે

  • સાહિત્યના ક્ષેત્રે જોડાયેલાને લાભ

  • કોર્ટ કચેરી ચાલતી હોય તો મુદત લેવી

વૃષભ (બવઉ)

  • કાર્યના સ્થળે તબિયતમાં નરમાશ આવે

  • આપના અધિકારીની તબિયત પણ નાદુરસ્ત થઈ શકે

  • નાનાભાઈ બહેન સાથે સંબંધો નબળા પડે

  • હાથ નીચેના કાર્યકર્તાથી મુશ્કેલી અનુભવાય

મિથુન (કછઘ)

  • પતિ અને પત્ની બેઉ સામાજિક કાર્યમાં વ્યસ્ત

  • મન થોડું બેચેન બને

  • ધન વ્યયના યોગ પણ રચાયા છે

  • શરદી-ખાસીની બિમારીથી સાચવવું

કર્ક (ડહ)

  • પગની પીડાથી સાચવવું

  • મન અસ્વસ્થ બને

  • માથું દુઃખવાની ફરિયાદ પ્રબળ બને

  • નાસ્તીક ભાવ પણ જાગૃત થઈ શકે છે

સિંહ (મટ)

  • સરકારી નોકરીના ઓર્ડર મળવાના યોગ છે

  • કોઈ પરીક્ષા આપવાના હોય તો તેમાં સરળતા રહે

  • આજે પાલતૂ પ્રાણીથી વિશેષ સાવધાની રાખવી

  • લેખન વાંચનમાં સારી ફાવટ આવે

કન્યા (પઠણ)

  • ઉમદા કાર્યમાં આપની સહભાગીતા રહે

  • મિત્રોનો સાથ આજે છૂટી શકે છે

  • સંબંધોમાં ચઢાવ ઉતાર આવે

  • અચાનક ધનલાભ થઈ શકે છે

તુલા (રત)

  • કાર્ય સ્થળે આજે ઝોકા આવે

  • પેટની બિમારીથી સાચવવું

  • અભ્યાસમાં આજે અરુચિ જણાય

  • પ્રેમીપાત્ર સાથે ઝઘડો થઈ શકે છે

વૃશ્ચિક (નય)

  • તીખુ-તળેલું આજે બહુ ન જમવું

  • એસીડીટીની પીડા થઈ શકે છે

  • પણ, આજે એક પ્રકારે મંગલકાર્ય થાય

  • અચાનક પ્રવાસના યોગ બને છે

ધન (ભધફઢ)

  • આર્થિક સમસ્યાની ચિંતા થાય

  • પરિવારમાં પૈસાની ખેંચ વર્તાય

  • ગુસ્સામાં કોઈની સાથે ખટરાગ ન થાય તે જોવું

  • મોડી સાંજે થોડી સાનુકૂળતા રચાય

મકર (ખજ)

  • પરણિત સ્ત્રી પાત્રને પતિ ઉપર ગુસ્સો આવી શકે

  • ભાષામાં ખાસ સંયમ રાખજો

  • વેપારમાં આવકની તકો રચાય

  • કલાક્ષેત્રે જોડાયેલાને વિશેષ લાભપ્રદ દિવસ રહે

કુંભ (ગશષસ)

  • માઈગ્રેન જેવા દર્દથી પીડાતા જાતકો સાવધ રહો

  • ચાલુ નોકરી છોડવાના વિચાર આવે

  • પરદેશ જવાના વિચારો પણ પ્રબળ બને

  • સંધ્યા સમયે પિતાસાથે ઘર્ષણ ન થાય તે જોવું

મીન (દચઝથ)

  • લગ્નવાંછુઓ માટે વેવિશાળની વાત આવી શકે

  • ચંચળતા આવે વિશેષ દેખાય

  • આપની વાણી વાત બગાડે તેવું બને

  • તામસી બુદ્ધિ હાવી થઈ શકે છે, માટે સાવધાન


 


  • જીવનસંદેશ – શ્રીમદ ભગવદ્ ગીતામાં પૂર્ણપુરુષોત્તમ નારાયણે કહ્યું છે કે, જગતના સૌ જીવ મારામાં જ વ્યાપ્ત છે અને મારા સ્વરૂપમાં જ લીન રહે છે. આપણાં સ્નેહીજન જે દેવ થઈ જાય છે તેને પુરૂષોત્તમની ભક્તિ દ્વારા રાજી કરી શકાય... કારણ કે તે પુરુષોત્તમના સ્વરૂપમાં જ લીન થઈ ગયા છે...


અમિત ત્રિવેદી