દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – ધન રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.


  • આ જાતકોને ફિલોસોફીકલ વાતો ગમે

  • તે સૈદ્ધાંતિક વાતો કરે તે બધી ન માનવી

  • તે થોડી બાંધછોડ કરવા માટે તૈયાર હોય છે

  • પ્રેમ હોય તો પણ બતાવતા નથી

  • ચહેરા ઉપર કડકાઈના ભાવ હોય છે

  • ગળપણના શોખીન હોય છે.

  • વાતોમાં અભદ્ર-અશોભનીય શબ્દપ્રયોગ તેઓ પસંદ નથી કરતા.


તારીખ

27 સપ્ટેમ્બર, 2018 બુધવાર

માસ

ભાદરવા વદ બીજ

નક્ષત્ર

અશ્વીની

યોગ

વ્યાઘ્રાત

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ)


  1. આજે તૃતીયા શ્રાદ્ધ છે.

  2. સૂર્યદેવ બપોરે 12.16 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે.

  3. પુરુષસૂક્ત અને શ્રીસૂક્તનો પાઠ કરવો.

  4. શ્રીયંત્રનું પૂજન કરવું.

  5. માતાજીને પીળી બરફીનો પ્રસાદ ધરાવવો.

  6. દક્ષિણાવર્તી શંખ પૂજામાં હોય તો તેનું પૂજન કરવું.


રાશિ ભવિષ્ય (27-9-2018)


મેષ (અલઈ)

  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો

  • શુભકાર્યમાં પ્રવૃત્ત થવાનું થશે

  • ઈલેક્ટ્રોનિકના વ્યવસાયિકોને લાભ

  • જાહેર સંસ્થા સાથે મુલાકાત થાય

વૃષભ (બવઉ)

  • અચાનક ધાર્મિક પ્રવાસનો મૂડ બને

  • પ્રવાસમાં સાથે વડીલ હોય તો સાચવવું

  • આરોગ્યની સાવચેતી રાખવી

  • આવેશ ઉપર કાબૂ રાખવો

મિથુન (કછઘ)

  • ગહન ચિંતન કરો

  • અધ્યાત્મમાં પ્રવૃત્ત થઈ શકો

  • જમીન મકાનના કાર્યમાં વ્યસ્તતા રહે

  • ટ્રાન્સપોર્ટરોને લાભપૂર્ણ દિવસ રહી શકે

કર્ક (ડહ)

  • અન્યનો સહકાર લઈ કાર્ય કરજો

  • સફળતા એકલા નહીં લઈ શકો

  • ધર્મભાવના મજબૂત બને

  • જાહેરજીવન સાથે જોડાયેલાને સાનુકૂળતા

સિંહ (મટ)

  • અતિશય ઉતાવળ કરશો નહીં

  • આત્મા સો પરમાત્માની સ્થિતિ થાય

  • અચાનક ધનલાભ થઈ શકે

  • સાસુ તરફથી ધનલાભ થઈ શકે

કન્યા (પઠણ)

  • સંધ્યા સમયે લાભપૂર્ણ સ્થિતિ રચાય

  • મનના વિચારો સમૃદ્ધ બને

  • વાગવા પડવાથી જાળવવું

  • વયસ્ક જાતકોએ વિશેષ સાવધાની રાખવી

તુલા (રત)

  • યુવામિત્રોને પ્રેમના સ્પંદનો જાગૃત થાય

  • ઘરમાં વાદવિવાદથી બચવું

  • પણ, આપ પરિસ્થિતિને સંભાળી શકશો

  • આજે સમયસૂચકતાનો અભિગમ હોય

વૃશ્ચિક (નય)

  • નોકરી કરતા હોય બદલી થઈ શકે

  • નોકરી દરમિયાન પ્રવાસ થાય

  • વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા

  • સુરક્ષાકર્મી માટે પણ સાનુકૂળતા

ધન (ભધફઢ)

  • સંતાન વિવાદમાં ઊતરી શકે છે

  • આપ વધુ લાગણીશીલ થાવ

  • દિવસ આપ વધુ નમ્ર બનો

  • પેટની બિમારીથી સાવધાન રહેવું

મકર (ખજ)

  • ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થાય

  • વાહનયોગ નિર્માણ થઈ રહ્યો છે

  • નવું ઘર લેવું હોય તો શક્યતા વધે

  • પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે

કુંભ (ગશષસ)

  • ધર્મભાવના વધે

  • ઈશ્વરપ્રત્યે આપ વધુ ભક્તિભાવ અપનાવો

  • પ્રેમપૂર્વક કાર્ય કરવાનો અભિગમ થાય

  • આપની મીઠી ભાષા દિલ જીતી લેશે

મીન (દચઝથ)

  • નોકરી છોડી નવી નોકરી કરવાનું વિચારો

  • પિતાનું આરોગ્ય જાળવવું

  • અધિકારીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે

  • સંતાન દ્વારા ભેટ-સોગાદ મળી શકે છે.


અમિત ત્રિવેદી