ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર, 76 લાખ લોકોને મળશે ઘર
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) શહેરમાં 17 લાખ ઘર બનાવશે. જેમાં 76 લાખ લોકોને રહેવા માટે સ્થળ આપવામાં આવશે.
નવી દિલ્હી: દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) શહેરમાં 17 લાખ ઘર બનાવશે. જેમાં 76 લાખ લોકોને રહેવા માટે સ્થળ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓથોરિટીએ લેન્ડ પૂલિંગને મંજૂરી આપી દીધી છે. ડીડીએના ટોચના નિર્ણય કરનારા અધિકારીએ રાજનિવાસમાં ઉપરાજ્યપાલ અનિલ બેજલની સાથે બેઠક દરમિયાન નીતિને મંજૂરી આપી હતી. હવે આ નીતિ પર કેન્દ્રીંય આવાસ અને શહેર મામલોના મંત્રાલયની અનુમતિ બાકી છે.
બધી મુળભૂત સુવિધાઓ હશે
લેન્ડ પૂલિંગ નીતિ હેઠળ એજેન્સિઓ એકત્રિત કરવામાં આવી હતી, જમીન પર રસ્તો, વિદ્યાલય, હોસ્પિટલ, સામુદાયિક કેન્દ્ર અને સ્ટેડિયમ જેવી સુવિધાઓ વિકસિત કરી શકશે અને જમીનનો એક ભાગ કિસોનોના હસ્તાંતરિત કરી શકે છે. ત્યારબાદ નજીકી બિલ્ડરોની મદદથી આવાસ યોજના પર કામ શરૂ કરી શકે છે. ડીડીએએ કહ્યું હતું કે, 17 લાખ ઘરોમાં 5 લાખથી વધુ મકાન આર્થિક રૂપથી નબળા વર્ગ માટે બનાવવામાં આવશે.
પૂલની થયેલી જમીન પર બનશે ઘર
એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, સાર્વજનિક સુચનાઓ એને આપત્તિજનક પ્રકિયાથી પસાર થયા પછી ડીડીએના ટોચના નિર્ણય કરનારા અધિકારીએ નીતીને મંજુરી આપી છે. તેમણે કહ્યું કે, આ નીતિ બધા માટે આવાસ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યને પૂરા કરવામાં લાંબા સમય માટે અસરકારક થશે. ગત વર્ષે ડિસેમ્બરમાં ડીડીએના ટોચના નિર્ણય કરનારા અધિકારીએ રાષ્ટ્રીય રાજધાનીમાં લેન્ડ પૂલિંગ નીતિને સરળ બનાવવાની મંજૂરી આપી હતી અને ડીડીએ તેની ભૂમિકા માત્ર એક ‘‘સુવિધાકાર, નિયામક અને યોજનાકાર’’ના રૂપમાં રહેશે. તેનો અર્થ છે કે પૂલ કરવામાં આવેલી જમીનને ડીડીએના હસ્તાંતરિત કરવાની આવશ્યકતા રહેશે નહીં.
2017માં યોજનામાં બનાવ્યા હતા 12617 ફ્લેટ
આ પહેલા દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ 2017માં નવી આવાસ યોજના હેઠળ 12,617 ફ્લેટનો ડ્રો કર્યો હતો. આવેદ કરવા માટે આયની 4 શ્રેણીઓ રાખવામાં આવી હતી અને બધી શ્રેણીઓમાં 46,000થી વધુ લોકોએ આવેદન આપ્યા હતા. આ ફ્લેટ રોહિણી, દ્વારાકા, નરેલા, વંસત કુંજ, જસૌલા, પીતમપુરા, પશ્ચિમ વિહાર અને સિરસપુરમાં સ્થિત છે.
(ઇનપુટ એજન્સીથી)