ભારતીયો ક્યારે અને કેમ પ્રવાસ કરે છે એ કોઈ રહસ્યની વાતો નથી. આપણે મોટાભાગે લગ્ન માટે પ્રવાસ કરીએ છીએ. એના પછી ધાર્મિક અને સૌથી અંતે ઠંડીથી અથવા તો ગરમીથી કંટાળીને પોતાની જાતને ‘રિચાર્જ’ કરવા માટે પ્રવાસ કરીએ છીએ. આમ, આપણે હંમેશા એક ખાસ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરીએ છીએ. આપણે જ્યારે પ્રવાસ માટે નીકળીએ છીએ ત્યારે મગજમાં કંઈને કંઈ ઇરાદા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલો, સૌથી પહેલાં પ્રવાસના સૌથી લોકપ્રિય કારણની વાત કરીએ તો એ છે લગ્ન માટે થતો પ્રવાસ. આપણા દેશમાં લગ્ન એ પુરુષો માટે અહંકારનું સૌથી કારણ છે. લગ્નોમાં સૌથી વરપક્ષના અહંકાર અને સન્માનને જાળવવા માટે સામુહિક પ્રયાસ કરવામાં આવે છે. આ પછી જે વધારાનો થોડો સમય રહે છે એ એકબીજા સાથે સુંદરતા તેમજ શક્તિની સ્પર્ધા કરવામાં પુરો થઈ જાય છે. 


બીજા પ્રકારની યાત્રા છે ધાર્મિક યાત્રા. લોકો જ્યારે ધાર્મિક યાત્રા પર હોય છે ત્યારે એક ખાસ માનસિક અવસ્થામાં હોય છે. આ કારણે મારું માનવું છે કે ધાર્મિક યાત્રાને પ્રવાસની શ્રેણીની મુકવાનું યોગ્ય નથી. 


ડિયર જિંદગી: બુદ્ધિમાંથી 'બહાર' આવવાની જરૂર


આ બંને પ્રવાસ પછી એવો યાત્રાનો ક્રમ આવે છે કે જેને ‘સ્ટેશન’ યાત્રા કહેવામાં આવે છે. આને પ્રેસ્ટીજ યાત્રા પણ કહેવામાં આવે છે કારણ કે દરેક સિઝનમાં હિલ સ્ટેશનના જેટલા વધારે પ્રવાસ કરવામાં આવે છે એટલી લોકોમાં પ્રતિષ્ઠા વધે છે. આ વાત ‘મોટાઈ’નો અહેસાસ કરાવે છે. આ પ્રવાસમાં મોટાભાગના લોકો એવા છે જે હિલ સ્ટેશન ફરવા ગયા હોય છે પણ ઘણી બધી સેલ્ફી લેવાના તેમજ અનેક જગ્યાએ ફરવાની જીદના સ્ટ્રેસને કારણે અંતે થાકીને જ પરત ફરે છે. 


પ્રવાસ પહેલાં આપણે શાંતિ, સંવાદ અને એકબીજા માટે સમય કાઢવાની વાત કરીએ છીએ પણ પ્રવાસ શરૂ થતા જ બીજા અનેક ફણગાં ફુટવાની શરૂઆત થઈ જાય છે. સંબંધોમાં સમસ્યા તેમજ ઇગો મેનેજમેન્ટ એને જટિલ બનાવે છે. પ્રવાસમાં પણ ઘણીવાર આપણે એકબીજાને સમજવાના અને સાધવાના પ્રયાસમાં રહીએ છીએ. 


આ કારણે જરૂરી છે કે આપણે પ્રવાસના નવા રંગ અને અનુભૂતિ તરફ આગળ વધીએ. આપણે ઉપર યાત્રાના ત્રણ પ્રકાર જોયા. હવે જોઈએ પ્રવાસનો ચોથો રંગ. આ પ્રકારના પ્રવાસનું નામ છે 'ઉદ્દેશહીન'!, કોઈ જ સંદર્ભ વગરની યાત્રા. આ પ્રવાસનો કોઈ એજન્ડા નક્કી નથી હોતો અને ક્યાં જવું છે તેમજ કોને મળવાનું છે એનું લિસ્ટ નથી હોતું. આમાં માત્ર અનુભવોની અનુભૂતિ કરવાનો જ હેતુ હોય છે. 


ડિયર જિંદગી : દીકરીને દીકરા જેવી કહેવી એનું અપમાન છે !


પ્રવાસમાં સૌથી મોટો અંતરાય માત્ર વિચારો છે. લાખો લોકો વિચારે છે કે પહેલાં આવું થઈ જાય પછી પ્રવાસ કરીશું અને ફરવા જઈશું. જીવનમાં નવા રંગ શામેલ કરીશું. મજાની વાત છે કે આવા વિચારો કરીને પણ અનેક યાત્રા કરીએ છીએ પણ જીવનના સુખ માટે યાત્રા નથી કરતા, સ્વયંની નજીક જવા પ્રવાસ નથી કરતા. 


આ ચોથા પ્રકારનો પ્રવાસ હકીકતમાં પોતાની જાતને સહજ અને સરળ બનાવી રાખવા માટે છે. આના માટે કોઈ મોટા હિલ સ્ટેશનની જરૂર નથી નથી પડતી પણ માત્ર જાતને એ વળાંક પાસે લઈ જવાની છે જ્યાંથી આપણે જીવનની શરૂઆત કરી હોય. પ્રકૃતિને સમજવા માટે હંમેશા હિલ સ્ટેશન જવાની જરૂર નથી પડતી. 


જો કંઈ કરવું હોય તો હૃદયને બોજામુક્ત કરી દો. જીવનમાં અનેક વસ્તુ શામેલ કરીને મેળવવાની જગ્યાએ અનુભૂતિ કરવાની આદત વિકસિત કરો. તમે જ્યારે જીવનની 'કમાયેલી' ખુશીને ભુલીને યાત્રા કરશો તો અનુભવ જ અલગ હશે.  


આ 'ઉદ્દેશહીન' પ્રવાસ વાસ્તવમાં જીવનના મતલબ અને અર્થને સમજવાની યાત્રા છે. આવા પ્રવાસમાં તમારી જાત શું છે એ સમજવાની જગ્યાએ તેને અનુભવવાનો પ્રયાસ કરવો જોઈએ. 


તમે જ્યારે તમારા પ્રવાસ તરફ આગળ વધી રહ્યા હો તો એટલું ધ્યાન રાખો કે એ ઉદ્દેશહીન પ્રવાસ હોય. 


તમામ લેખ વાંચવા માટે કરો ક્લિક : डियर जिंदगी


(લેખક ઝી ન્યૂઝમાં ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


(તમારા સવાલ અને સૂચન ઇનબોક્સ આપો : https://www.facebook.com/dayashankar.mishra.54)