'હું તેમનું ખુબ સન્માન કરતો હતો. આથી તેમણે આવી વાત નહતી કરવી જોઈતી. હું તો ક્યારેય વિચારી પણ ન શકું કે તેઓ મારા માટે વિધ્ન ઊભું કરવાનું કામ કરશે. હું મારી જાતને ખુબ કમજોર, તૂટેલો મહેસૂસ કરી રહ્યો છું'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું જે અજિત વર્માને જાણું છું, તેમની પાસેથી આવા વ્યવહારની અપેક્ષા નહતી. અજિત ખુબ જ મિલનસાર હોવાની સાથે સાથે બહારથી એકદમ કડક વ્યક્તિ છે. મેં તેમને ક્યારેય આ પ્રકારે કોઈ વાતથી નિરાશ, ઉદાય જોયા નહતાં. આથી તેમને કહ્યું કે તેઓ વિસ્તારથી પોતાની વાત રજુ કરે. 


અજિતે જણાવ્યું કે મેં હંમેશા તેમની વાતોને ખુબ મહત્વ આપ્યું. તેમની દરેક વાતને આદેશની જેમ માન્યો, પરંતુ આજે મને ખબર પડી કે 'તેમના' મનમાં મારા માટે કેવા વિચાર છે. તેમના ત્યાં તો મારું કોઈ માન જ નથી. 


ડિયર જિંદગી: તૂટેલા સંબંધની 'કેદ'!


મેં તેમને જે કહ્યું, તે કઈંક આ પ્રકારે છે. 'સંબંધોને ભેળવો નહીં. આ વાત તેમણે અંગત સંબંધ તરીકે નથી કહી. પરંતુ પ્રોફેશનલ સંદર્ભમાં કહી છે. તમારા તેમની સાથેના સંબંધ પ્રોફેશનલ થતા થતા અંગત થયા. અંગતથી પ્રોફેશનલ નહીં. બંને વચ્ચેનું અંતર સમજવું જરૂરી છે. તેમણે તમારા વિશે જે પણ કહ્યું, તે એટલા માટે કહ્યું, કારણ કે તેમાં તેમનું પણ હિત છે. પ્રોફેશનલ જીવનમાં 'ટકી' રહેવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમાં કશું નવું નથી. આથી આવા સંબંધોના ભ્રમમાંથી જેટલુ જલદી બહાર આવી શકો, સારું રહેશે.'


આપણે આપણી ભાવનાઓ, પ્રેમ, આત્મીયતા પ્રોફેશનલ સંબંધો સાથે ભેળવવાની જરૂર નથી. અંગત સંબંધોને પ્રોફેશનલ સંબંધ સાથે ભેળવવાથી ફક્ત કષ્ટ થશે. આપણા નિર્ણય અધકચરા, અપરિપકવ હશે. 


કેરિયરના કોઈ પણ મોડ પર વળતાં બીજાનો વિશ્વાસ ન તોડીએ એ જેટલું જરૂરી છે, તેટલું જ પોતાના માટે સ્વતંત્ર રસ્તો પસંદ કરવો જરૂરી છે. નિર્ણય 'પોતાની' દ્રષ્ટિ, સાહસના આધારે લેવો જોઈએ, તેમાં અંગત સંબંધોનું મિશ્રણ ન કરવું જોઈએ. 


'ડિયર જિંદગી'માં અમે સતત એ વાત પર ભાર મૂકતા આવ્યાં છે કે પોતાની જાતને દુ:ખી કરવાનો હક ક્યારેય બીજાને ન આપો. લોકો એકવાર તમારો સ્વભાવ જાણી ગયા, તો તમે હંમેશા દુ:ખથી ઘેરાયેલા રહેશો. 


ડિયર જિંદગી: તમારો પસ્તાવો શું હશે!


આ વાત ફક્ત અજિત વર્માના પ્રોફેશનલ વ્યવહારથી દુ:ખી થવાની નથી. આપણે પણ એ ખુબ સ્પષ્ટપણે સમજવાનું છે કે જીવનમાં બહુ ઓછી વસ્તુઓ આપણી ઈચ્છા મુજબ થાય છે, આથી આપણે ઈચ્છાઓ તો પૂરી કરવાની છે, પરંતુ ઈચ્છાઓના જંગલમાં ભટકવાનું નથી. 


જિદંગીને પ્રેમથી તરબતોળ રાખવાની છે. તમારી આસપાસ આવા ભલે બે, પરંતુ એવા લોકો જોઈએ જે ફક્ત તમને પ્રેમ કરતા હોય. તેમને તમારા હોવાથી ફરક પડતો હોય. તમે એકદમ ઝીણવટભરી નજરેથી જોશો તો કેટલાક લોકો હંમેશા તમારી પ્રતિક્ષામાં મળી જશે. તમારો પ્રેમ, આત્મીયતા તેમના માટે બચાવી રાખો. 


જિંદગી આવા લોકોના પ્રેમથી જ આગળ વધે છે. જીવનનો આધાર તમારી અંદર પેદા કરો, તેને બીજાની ભાવના, વ્યવહારના આધારે દુ:ખી ન થવા દો. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)