ડિયર જિંદગી: `મોટા` થતા થતા શું?
તમારી આસપાસના લોકોનો બદલાયેલો વ્યવહાર તમને દુ:ખી કરે તો હંમેશા સમુદ્રને યાદ કરો! ત્યાંથી આશાની એક નૌકા મળશે જે તમને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડી દેશે!
તમારી સાથે આ શેર કરતા મને હાર્દિક પ્રસન્નતા થાય છે કે તમારી પ્રિય 'ડિયર જિંદગી' હવે હિન્દીની સાથે સાથે મરાઠી, બાંગ્લા અને ગુજરાતીમાં પણ સ્નેહ, પ્રેમ, આત્મીયતા મેળવી રહી છે. આ પ્રકારે 'ડિપ્રેશન અને આત્મહત્યા વિરુદ્ધ' આ 'જીવનસંવાદ' ભારતના અલગ અલગ રાજ્ય, શહેર સુધી પહોંચી રહ્યાં છે. હવે આ સૂચના બાદ આજના સંવાદની શરૂઆત કરીએ.
રાજસ્થાનના જોધપુરથી એક ઈમેઈલ આવ્યો છે. ડોક્ટર ભુવનેશ જૈન તેમના મિત્રોના વ્યવહારથી ખુબ દુ:ખી છે. તણાવમાં છે. તેમનાથી દૂર જવા માંગે છે, પરંતુ તે શક્ય નથી. કારણ કે રહેવાનું તો જોધપુરમાં જ છે. મેહરાનગઢની નીચે નીલા આકાશની છાયામાં! તેઓ લખે છે કે આપણે સંઘર્ષના દિવસોમાં એક સાથે આત્મીયતાથી રહીએ છીએ. મુશ્કિલનો સામનો કરીએ છીએ. મંજિલ મેળવીએ છીએ, અને તેની તરફ આગળ વધીએ છીએ. થોડું' ઘણું મળતા જ આપણા વ્યવહારમાં એક બીજા પ્રત્યે બદલાવવા આવવા લાગે છે. આપણે પહેલાની જેમ એક-બીજાને નહીં, પરંતુ એક બીજાની હેસિયતને મહત્વ આપવા લાગીએ છીએ. તણાવ આવી સાંકડી ગલીમાંથી જ જીવનમાં દાખલ થાય છે. તેનાથી મુશ્કિલ દિવસોમાં જે સહારો હતો તે સંબંધ બહુ આગળ સુધી જતા નથી.
ડિયર જિંદગી: તૂટેલા સંબંધની 'કેદ'!
ભુવનેશ લખે છે કે આપણે આપણા જીવનમાં આર્થિક હેસિયત, કઈક મેળવવાની વાતને એટલી મહત્વની ગણી લીધી છે કે અનમોલ જીવનને દાવ પર લગાવી દીધુ છે. ભુવનેશે જે વાત કરી, તેમાં કઈ નવું નથી. ત્યારબાદ પણ તે ઘર ઘરની કહાની છે. તમે તમાારા જ પરિવાર, મિત્ર, સંબંધીઓના ઉદાહરણ જોઈ શકો છો. એટલું જ નહીં પરંતુ મને તો એ કહેવામાં પણ સંકોચ નહીં થાય કે જો એક ખાસ સ્થિતિમાંથી તમે ખુબ ઝડપથી બહાર નીકળો છો, જેને બોલચાલની ભાષામાં 'દિવસ ફરવા' કહે છે, તો ત્યારબાદ તમારા પોતાના વ્યવહારમાં, તમારી આસપાસના લોકોના વ્યવહારમાં, જે તમારા કરતા સારા હતા, મોટું પરિવર્તન આવી જાય છે!
આપણે બધાએ ક્યારેકને ક્યારેક તો દરિયો જોયો હશે. તેના તટ, ફિલ્મ, તસવીરમાં ક્યાંકને ક્યાંક તો સમુદ્રથી મળતા જ હશે. તેને મળીને કેવું લાગે છે. છેલ્લા બે વર્ષમાં મને દરિયાને મળવાની અનેકવાર તક મળી. દરિયાએ મારી વિચારવાની, સમજવાની, વ્યવહાર કરવાની રીતને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે. હું તેને સવાર, સાંજ, બપોરે અલગ અલગ સમયે મળ્યો. ક્યારેક અચાનક તેના પર થોડો ગુસ્સો પણ આવ્યો, ક્યારેક હસતાં તો ક્યારેક ખુશીથી ઉછળતા...
પરંતુ એક વસ્તુ જે સમુદ્ર પાસે હંમેશા માટે 'એક' જેવી હતી તે હતી તેની મર્યાદા. તેના સ્વભાવમાં અનુશાસન છે. આ અનુશાસન ત્યારે પણ ન તૂટે જ્યારે તે અલગ અલગ ચીજોનો સામનો કરતો હોય. જ્યારે તે દુ:ખી થાય, થોડો પરેશાન હોય છે, ખુશીઓથી ભરેલો હોય છે! સમુદ્રના સ્વભાવમાં સ્થિરતા છે. બીજાને શરણ આપવાનો સ્થાયી ભાવ છે. બાળકોની ભૂલો માટે ઉદાર ક્ષમા, અપરિચિત માટે સ્નેહ તેનો સૌથી મોટો ગુણ છે. આથી તો તે સમુદ્ર છે. અનંત, અપાર, અપરાજિત.
ડિયર જિંદગી: તમારો પસ્તાવો શું હશે!
પ્રિય ભુવનેશ, હવે તમારે ફક્ત એ વિચારવાનું છે કે જે મિત્રો, સાથીઓના વ્યવહારથી તમે દુ:ખી, તણાવમાં છો, તે શું છે. જો તેઓ સાચે મોટા થઈ ગયા છે, તો તેમના વ્યવહારમાં ફેરફાર આવવો જોઈતો ન હતો. તેનાથી સ્પષ્ટ છે કે તેઓ અસલમાં હજુ પણ નાના છે. કારણ કે તેમનામાં જે દેખાઈ રહ્યું છે તે મોટા થવાની નિશાની તો નથી. પરંતુ મોટા થવાની નિશાની તો એ છે જે સમુદ્ર આપણને શિખવાડે છે. જો ભુવનેશની જેમ તમારી આસપાસના લોકોનો બદલાયેલો વ્યવહાર તમને દુ:ખી કરે તો હંમેશા સમુદ્રને યાદ કરો! ત્યાંથી આશાની એક નૌકા મળશે જે તમને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડી દેશે!
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)