મોટાભાગે આપણી ફરિયાદ હોય છે કે આપણે 'એકબીજા'ને ઠીકથી સમજી નથી રહ્યા. એકબીજા સાથે ભરપુર પ્રેમ છે અને એકબીજાનો સાથ પણ ઇચ્છીએ છીએ પણ એકબીજાને 'સમજતા' નથી ! એકબીજાને સમજવાનું કામ ગણિતના અઘરા દાખલા જેવું તેમજ રોકેટ સાયન્સ જેવું મુશ્કેલ થઈ ગયું છે. મધ્ય પ્રદેશના ઇન્દોરથી અનંત માકવે કહે છે તે પોતાની પત્નીને પ્રેમ કરેછે અને તેમણે પ્રેમવિવાહ કર્યા છે પણ લગ્નના કેટલાક વર્ષો પછી એકબીજાને યોગ્ય રીતે ન સમજી શકવાની ફરિયાદને કારણે બંનેએ અલગઅલગ રહેવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે લખ્યું છે કે અમે લગ્ન પહેલાં કરવામાં આવેલા વાયદાઓના હિસાબકિતાબમાં અને એ માટે લડવામાં એટલા ડૂબી ગયા કે આજની મજા માણવાનું ભુલી ગયા. અમે સપના સાકાર કરવાના પ્રયાસની કિંમત આજના આનંદમાં ચુકવતા રહ્યા. પ્રેમવિવાહમાં સમાજદારીની કમીએ અમારી વચ્ચે સંવાદહીનતાનો પુલ ઉભો કરી દીધો જેને પાર કરવાનું બહુ મુશ્કેલ છે. હું તો તેમણે જે લખ્યું છે એ જ તમારી સાથે વહેંચી રહ્યો છું...


ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...


એકબીજાને ઓળખવાનો મુદ્દો અલગ છે અને સમજવાનો મુદ્દો અલગ. કોઈને સમજવાનું વરસાદમાં ભીંજાવા જેવું સહેલું હોવાની સાથેસાથે હિમાલયના ચઢાણ  જેટલું મુશ્કેલ પણ છે !


એક નાનકડું ઉદાહરણ જોઈ તો મારા એક મિત્ર છે જે મને બહુ જ પ્રેમ કરે છે પણ ઘણીવાર મારી વાતને યોગ્ય રીતે સમજી નથી શકતા. તેઓ વાતમાં સંતાયેલા ભાવ અને ચિંતાને સમજવાને બદલે એને દખલગીરી સમજે છે. તેમને લાગે છે કે બધા મુદ્દાઓને તેઓ સારી રીતે સમજી શકે છે અને એટલે સૌથી સારો નિર્ણય તે જ લઈ શકે છે. તેઓ એ વાતને સમજવા માટે તૈયાર જ નથી કે તેમના બાળકો, તેમના પિતા અને તેમના મિત્ર તેમને પ્રેમ જ  નથી કરતા પણ સમજે પણ છે.  આ કારણોસર તેમના વિચારોનું સન્માન જીવન માટે સરળ અને ઉપયોગી સાબિત થઈ શકે છે. 


બીજાને સમજવાનું હકીકતમાં શું છે ? કંઈ પણ કહ્યા વગર ઘણું વહેંચી શકાય છે. મેં અનંતને એક કિસ્સો શેયર કર્યો જે મને બહુ પ્રિય છે કારણ કે એમાં કોઈ પણ બે સંબંધ માટે જીવનના ગાઢ સુત્ર છે.


ડિયર જિંદગી : અપ્રિયને વાગોળવાની કુટેવ !


એકવાર કબીરના ઘરે એક સજ્જન આવ્યા. તેઓ તેમને લગ્નજીવનને સુખી કરવા માટેના રસ્તા પૂછવા લાગ્યા. કબીરે તેમને થોડા સમય સુધી શાંત બેસવાનું અને પરિસ્થિતિનેને સમજવાનું કહ્યું. થોડા દિવસ પછી કબીરે પત્નીને કહ્યું કે ફાનસ લઈ આવો ! ભરબપોરે તેમની પત્ની કંઈ દલીલ કર્યા વગર ફાનસ લાવી અને કબીર સામે મુક્યું. થોડા સમય પહેલાં કબીરે કહ્યું કે થોડી મીઠાઈ લઈ આવ. થોડા સમય પછી તેમની પત્ની એક વાટકામાં ફરસાણ મુકીને જતી રહી. 


આ દરમિયાન કોઈ ચર્ચા કે દલીલબાજી ન થઈ. કબીરના ઘરે આવેલા સજ્જનને લાગ્યું કે આ કેવું ઘર છે ! ભરબપોરે ફાનસ અને મીઠાઈની જગ્યાએ ફરસાણ પણ આમ છતાં કોઈ તકરાર કે વિવાદ નથી ?


ડિયર જિંદગી: આભાર 2.0 !


કબીર તેમની આ દુવિધા સમજી ગયા અને કહ્યું કે આમ એકબીજાને સમજવા એ જ સાચી સમજદારી છે. પત્નીએ સમજી લીધું કે કબીર ભરબપોરે ફાનસ માગી રહ્યા છે એની પાછળ કોઈ કારણ હશે અને હું પણ સમજી ગયો કે ઘરમાં મીઠાઈ નહીં હોય એટલે એ ફરસાણ લાવી છે. એકબીજા પ્રત્યે સમજદારી અને આત્મીયતા દાખવવાથી સંબંધોમાં સ્નેહ આવે છે. આ પરિસ્થિતિ માટે બહુ પ્રયાસ કરવા પણ છે પણ એકવાર આ સ્થિતિ આવી જાય એ પછી જિંદગી વધારે ખૂબસુરત અને સરળ બની જશે. 


મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો કબીરના આ સુત્રને આપણે જીવનમાં ઉતારીએ તો જીવનમાં આનંદ અનુભવી શકાય છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)