આ 'ડિયર જિદંગી' જ્યાંથી લખાઈ રહી છે, ત્યાંથી સમુદ્ર ખુબ સુંદર, મીઠો, પોતાનો જોવા મળી રહ્યો છે. એટલો તો ક્યારેય નજીકથી પણ ન લાગ્યો! નજારાની અસલ ખુબસુરતી પાસે આવતા જ ઉજાગર થાય છે. દૂરથી તેનું 'ખારા'પણું દેખાતું નથી. જીવનનો સ્વાદ પણ કઈંક આવો જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બીજાના સાથ માટે આપણે કેટલી મથામણ કરીએ છીએ. કોઈના ઈન્તેજારમાં આંખો બીછાવીને, સપના રચી રહેતું મન ન જાણે કોની કોની સાથે ઉલઝાયેલું રહે છે. અને આ શું કોઈનો સાથ મળ્યો કે તરત બીજી જ ક્ષણે કંટાળો આવવા લાગ્યો. એક બીજા માટે બીછાવેલી આંખોમાં અંગારા આવી જાય છે. આશાથી ખિલેલા મનમાં ન જાણે કઈ ડગરથી કાંટા ઉગવા લાગે છે. 


ઘૂંટણના પરપોટા જે પહેલા સરળતાથી પકડમાં આવતા હતાં, તે હવે ત્યારે જ જોવા મળે છે જ્યારે તેમની 'ખારાશ' મનને ઘાયલ કરે છે. જીવનના ડિપ્રેશન તરફ જવાના રસ્તે જ ચેકપોસ્ટ બનાવવી પડશે!


ડિયર જિંદગી: 'મોટા' થતા થતા શું?


તણાવ, ઊંડી ઉદાસી આપણા આત્મા પર એક દિવસમાં ભારે પડે એવી વસ્તુ નથી. તે ધીમે ધીમે આપણા પર હાવી થઈ છે. આપણે આપણા દુ:ખ, પરેશાનીને વધારવામાં એટલા અસફળ થઈ રહ્યાં છીએ કે આપણને 'પૂરનું પાણી' ઘરમાં ઘૂસ્યા બાદ જ તેની ખબર પડે  છે. આપણને ત્યારે ખબર પડે છે જ્યારે ફક્ત એક જ શબ્દ બચે છે, કાશ! આ કાશને સમયથી પહેલા પકડવો એ મનુષ્ય અને માનવતા બંનેને બચાવવા માટે ખુબ જરૂરી છે. 


મુંબઈથી પ્રકાશિત એક પ્રમુખ અખબારમાં ક્યાંકને ક્યાંક એક એવા જ અહેવાલને જગ્યા મળી છે. કલ્યાણની પ્રસિદ્ધ 'મહાવીર હાઈટ્સ'માં પતિ, બે બાળકો સાથે રહેતી ડો. પ્રાજક્તા કુલકર્ણીએ સવારે પોતાના બિલ્ડિંગના ધાબા પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ. 


આ ઘટનાની ચર્ચા મોટા પાયે થવાના બે કારણ છે. પહેલું તો એ કે મુંબઈની ગીચ વસ્તીઓમાંનો એક વિસ્તાર છે. મીડિયાને પોશ વિસ્તારમાં આત્મહત્યા થાય તે લલચાવે છે! બીજુ પ્રાજક્તા ડોક્ટર હતી. તેની આર્થિક, સમાજિક સ્થિતિમાં કોઈ તણાવ નહતો. પાડોશીઓના કહેવા મુજબ કુલકર્ણી દંપત્તિ શાંત, પ્રેમથી રહેતું હતું. 


આત્મહત્યા અંગે હજુ સુધી એ જ ધારણા રહી છે કે તેનું મૂળ કારણ ગરીબી, સાધનની કમી છે. આ જોખમથી ધન, પ્રતિષ્ઠા, સંસાધનો તમને બચાવી શકે છે. જ્યારે આ એક સંપૂર્ણ રીતે ખોટી, અસત્ય ધારણા છે.


આત્મહત્યાથી તમને ફક્ત એક જ વસ્તુ બચાવી શકે છે. તે છે તમારી આત્મશક્તિ! ખરાબથી ખરાબ સ્થિતિમાં પોતાના પર અતૂટ ભરોસો, આત્મહત્યા વ્યક્તિ એટલા માટે જ કરે છે કારણ કે કોઈને કોઈ કારણસર તેનો ભરોસો તૂટ્યો છે. કોઈ બીજા પર ભરોસો તો ઠીક વાત છે, પરંતુ પોતાના કરતા વધુ, એટલું વધુ કે તેનું તૂટવું એ જીવન પર ભારે પડી જાય, એ તો ક્યારેય નહીં!


બીજી વાત! ડિપ્રેશન અને આત્મહત્યાના અનેક મામલાઓને નજીકથી જોતા, તેના અધ્યયન બાદ હું એ કહેવાની સ્થિતિમાં છું કે તેની પાછળ ક્યાકને ક્યાંક 'પાઠ' ભણાવવાનો નિર્ણય પણ હોય છે. મારા વગર જીવીને બતાવો. ત્યારે ખબર પડશે. જીવન કેટલું મુશ્કેલ છે! હું નહીં રહું ત્યારે જીવનનો સ્વાદ ખબર પડશે!


ડિયર જિંદગી: તૂટેલા સંબંધની 'કેદ'!


અરે! આ તે કેવું ગાંડપણ છે. કે જે તમારી સમજમાં નથી આવતું. તમારા મનાવવાથી પણ નથી માનતું. તે તમારા મરવાથી કેવી રીતે સમજશે. બદલાશે. હિન્દી ફિલ્મોના આત્મહત્યાના અધકચરા વિચારોમાંથી બહાર આવો. 


જુઓ, જીવન રસ્તાઓથી ભરેલું છે. તેનાથી ચલાતું નથી. તે હમસફરની શોધમાં છે, અને એક તમે છો, જે તેનાથી પીછો છોડવવા જઈ રહ્યાં છો. તમારા મરવાથી કશું બદલાશે નહીં! જ્યારે દુનિયા તમારા જીવવાથી નથી બદલાતી તો મરવાથી કેવી રીતે બદલાશે અને કેમ બદલાશે. આથી જીવન જીવવાની રીત શોધો, જીવવાની સો રીત છે, જ્યારે મરવા માટે ફક્ત એક, આથી, જીવવું જરાય અઘરું નથી!


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54