નવી દિલ્હી :હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલિવાલે માંગ કરી છે કે, ઉન્નાવ રેપ કેસમાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી થાય. ઉન્નાવમાં પીડિતાને બળાત્કારીઓએ આગને હવાલે કરી દીધી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામૂહિક દુષ્કર્મના આરોપીએ જ પીડિતાને જીવતી સળગાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. શુક્રવારે હોસ્ટપિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર સુનીલ ગુપ્તાએ કહ્યું કે, અમારી તરફથી દરેક શક્ય પ્રયાસ કરાઈ રહ્યા છે, પણ તેને બચાવવાની શક્યતા ઘણી ઓછી છે. પીડિતા 90 ટકા સળગી ગઈ છે. બાદમાં હોસ્પિટલ તરફથી જણાવાયું કે, શુક્રવારે રાત્રે 11.40 કલાકે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. 


પીડિતાએ શુક્રવારે રાત્રે 11.10 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. જેના બાદ ડોક્ટરોની ટીમ તેનો જીવ બચાવવામાં જોડાઈ ગઈ હતી, પણ તેનો જીવ બચાવી શક્યા ન હતા. પીડિતાએ શુક્રવારે સવારે ડોક્ટરને પૂછ્યું હતું કે, શું હું બચી જઈશ? તો બીજી તરફ, તેણે પોતાના ભાઈને પણ કહ્યું હતું કે, તેનુ મોત થઈ જાય છે તો આરોપીને છોડતા નહિ. 


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પીડિતાને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવાઈ હતી. તેના બાદ બે નરાધમ આરોપીઓને ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે અંદાજે ચાર વાગ્યે પીડિયા રાયબરેલી જવા માટે ટ્રેનથી જવા નીકળી હતી. ત્યારે ગામની બહાર ખેતરમાં બંને આરોપીઓ તથા તેના ત્રણ સાથીઓએ તેને પેટ્રોલ નાંખીને સળગાવી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube