યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ
રૂડકી, સહારનપુર અને કુશીનગરમાં સંયુક્ત રીત 88 લોકોએ ઝેરી દારૂ પીવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રૂ઼ડકીમાં 31 લોકોના મોત થયા છે. ત્યારે સહારનપુરમાં 46 અને કુશીનગરમાં 11 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાના કારણે થતી મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. રવિવાર સવાર સુધીમાં રૂડકી, સહારનપુર અને કુશીનગરમાં સંયુક્ત રીત 88 લોકોએ ઝેરી દારૂ પીવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રૂ઼ડકીમાં 31 લોકોના મોત થયા છે. ત્યારે સહારનપુરમાં 46 અને કુશીનગરમાં 11 લોકોના મોત થયા છે. યૂપી અને ઉત્તરાખંડમાં લગભગ 33 એફઆઇઆર નોંધાવવામાં આવી છે.
વધુમાં વાંચો: J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ
ત્યારે યૂપી અને ઉત્તરાખંડની સંયુક્ત ટીમ જુદી-જુદી જગ્યા પર દરોડા પાડી રહ્યાં છે. પોલીસે દારૂ બનાવવાના મામલે મહત્વના સુરાગ મળ્યાની વાત સામે આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે સાંજ સુધીમાં ગેરકાયદે દારૂ બનાવનારની ધરપકડ થઇ શકે છે. પોલીસ ગેરકાયદે દારૂ તસ્કરી સામે પણ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે કુશીનગરમાં ઝેરી દારૂ કાંડમાં આઇજીના આદેશ પર 47 પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: કુંભ મેળામાં આજે વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના
યૂપીના એક્સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે આગ્રામાં અત્યાર સુધીમાં 13 દારૂ માફિયાઓ અને દારૂ તસ્કરોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મહિલાઓ પણ સામેલ છે. દરોડામાં લગભગ 60 લીટર કાચો દારૂ અને 2700 લીટરની સામગ્રી જપ્ત કરી છે અને સામગ્રીને નષ્ટ કરવામાં આવી છે. દારૂ બનાવવાની 8 ભઠ્ઠિઓને જપ્ત કરવામાં આવી છે. ત્યારે ચિત્રકુટમાં પોલીસે 105 લીટર કાચો દોરૂ અને 83 દેશી ક્વોર્ટરની સાથે 13 આરોપીઓની સામે આક્સાઇઝ ધારો અંતરગત કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં વાંચો: કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર
રૂકડી અને સહારનપુરમાં થયેલી મોત પસ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદા તેમજ વ્યવસ્થા) અશોક કુમારે જણાવ્યું કે ગુરૂવારે બાલૂપુર ગામમાં એક વ્યક્તિની 'તેરમી' પર આ દરેક લોકોએ દારૂ પીધો હતો. મોતને ભેટનાર લોકોમાં 24 બાલૂપુર અને તેની નજીકના ગામના હતા. ગુરૂવારે બાલૂપુરથી દારૂ પી ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત તેમના ઘરે પહોંચેલા 46 લોકોનું પણ મોત થયું છે.
વધુમાં વાંચો: મનોહર પર્રિકર બિમારીમાં દેશની સેવારત્ત, રાહુલ ગાંધી ગંદી રાજનીતિમાં વ્યસ્ત: શાહ
અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી 35ના મોત સહારનપુર જિલ્લામાં થયા છે. ત્યારે અન્ય 11 લોકોને સારવાર માટે સહારનપુરથી મેરઠ મોકલવામાં આવ્યા હતા, ત્યાં તેમનું મોત થયું હતું. શુક્રવારથી લઇને અત્યાર સુધી કેટલાક વધુ લોકોના મોત થયાનો રિપોર્ટ મળ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે કે તેઓની મોત ઝેરી દારૂ પીવાથી થઇ છે કે નહીં.
ટીએમસી MLA પુજા કરીને મંચ પરથી ઉતર્યા તે સાથે જ ગોળીબાર, ઘટના સ્થળે જ મોત
ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે ગામના એક રહેવાસી તેરવી પર દારૂ પીવડાવવા માટે 30 પાઉચ દારૂ સંભવત: ઉત્તરાખંડથી લાવ્યો હતો. આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે. બંને રાજ્યોન સરકારોએ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની બેદરકારી માટે સસ્પેન્ડેડ કર્યા છે અને વધુ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બંને પ્રશાસનોએ મૃતકોના પરિવારોને બે-બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
વધુમાં વાંચો: મની લોન્ડરીંગ મુદ્દે વાડ્રાની સતત ત્રીજા દિવસે પુછપરછ, પ્રિયંકા ગાંધી પણ સાથે...
આ પહેલા સહારનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક પંડ્યાએ કહ્યું કે તેમના જિલ્લાના નાંગલ અને આસપાસના ગામમાં રહેવાસી ગુરૂવારે બાલૂપુરમાં દારૂ પીને આવ્યા બાદ બીમાર પડ્યા હતા. શુક્રવાર સુધી હરિદ્વારમાં 16 લોકોના મોત થઇ ગયા હતા અને સહારનપુરમાં વધુ 18 લોકોના મોત થયા હતા.
વધુમાં વાંચો: Twitterના સીઇઓનો સંસદીય સમિતી સામે રજુ થવાનો સ્પષ્ટ ઇન્કાર: સુત્ર
અન્ય એક ઘટનામાં આ અઠવાડીએ પૂર્વ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં કથિત રીતથી ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગર અને સહારનપુર જિલ્લા એક્સાઇઝ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ઉત્તરાખંડમાં એક્સાઇઝ વિભાગના 13 અધિકારીઓ અને ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં ઝેરી દારૂનું વેચાણ પણ રોક લગાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.