Twitterના સીઇઓનો સંસદીય સમિતી સામે રજુ થવાનો સ્પષ્ટ ઇન્કાર: સુત્ર
ટ્વીટરનાં સીઇઓ જેક ડોર્સી અને અન્ય ટોપનાં અધિકારીઓએ સંસદીય સમિતી સામે રજુ થવાનો ઇન્કાર કરી દીધો છે
Trending Photos
નવી દિલ્હી : ટ્વીટરનાં સીઇઓ જૈક ડોર્સી અને અન્ય ટોપનાં અધિકારીઓએ સંસદીય સમિતીની સામે રજુ થવાનો ઇન્કાર કરી દીધો છે. આ અંગે સંસદીય સમિતીનાં સુત્રોએ માહિતી આપી છે. સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સનાં અધિકારોની સુરક્ષાના મુદ્દે માઇક્રોબ્લોગિંગ સાઇટનાં અધિકારીઓને તત્કાલ હાજર થવા જણાવ્યું હતું. સમિતીએ ટ્વીટરને 1 ફેબ્રુઆરીએ અધિકારીક પત્ર દ્વારા સમન બજાવ્યું હતું. જેમાં ટ્વીટરનાં અધિકારીઓને રજુ થવા માટે 10 દિવસનો સમય અપાયો હતો. જો કે ટ્વીટરે આ સમયને ઓછો ગણાવ્યો હતો.
બેઠક માટે 11 ફેબ્રુઆરી નિશ્ચિત થઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા આ અંગે 7 ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની હતી. જો કે ત્યાર બાદ 11 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી જેથી ટ્વીટરનાં સીઇઓ સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓને આવવા માટે સમય મળી રહે. 1 ફેબ્રુઆરીએ સંસદીય આઇટી કમિટીની તરફથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, સંસ્થાના પ્રમુખને કમિટી સામે રજુ થવાનું છે. તેઓ પોતાની સાથે કોઇ પણ સભ્યને લાવી શખે છે. સમિતીના સુત્રોએ જણાવ્યું કે, ટ્વીટરે સુનવણીને સંક્ષીપ્ત નોટિસનો હવાલો ટાંકી સમિતી સામે રજુ થવાનો ઇન્કાર કરી દીધો.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં રાજનીતિક ભેદભાવનાં આરોપો સામે લડી રહેલ ટ્વીટરની તરપથી આ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી. ટ્વીટર ઇન્ડિયાની તરફથી કહેવામાં આવ્યું કે, તમામ યુઝર્સને એક જેવા માનવા અને એક જેવા નિયમ લાગુ કરવામાં વિશ્વાસ કરનારી માઇક્રો બ્લોગિંગ સાઇટ રાજનીતિક વિચારનાં આધારે એકાઉન્ટ બ્લોક કરવા જેવા પગલા નથી ઉઠાવતી. 11 ફેબ્રુઆરીએ ટ્વીટર આઇટી સ્ટેન્ડિંગ કમિટી સામે ભેદભાવનાં આરોપ અંગે પોતાના પક્ષની સ્પષ્ટતા કરી હતી.
ટ્વીટર પર ભાજપના કાર્યકર્તાઓની તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓ દક્ષિણપંથી વિચારોની વિરુદ્ધ એક્શન લે અને જાણીબુઝીને એવા લોકોના એકાઉન્ટ બ્લોક કરી રહ્યું છે કે, ભાજપ અથવા રાઇટવિંગ સાથે જોડાયેલા છે. ટ્વીટર ઇન્ડિયાનાં ઓફીસ સામે પણ યુથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રેસી સંગઠનનાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે