નવી દિલ્હી : 60 કલાક કરતા પણ વધારે પાકિસ્તાનમાં રહીને શુક્રવારે પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન હાલ દિલ્હીની હોસ્પિટલમાં ચેકઅપ માટે આવેલા છે. તેમને ચાર દિવસ સુધી અહીં જ રાખવામાં આવશે. શનિવારે વિંગ કમાન્ડર અભિનંદને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે તેમને સાથે અન્ય સૈન્ય અધિકારીઓ પણ હાજર હતા. અગાઉ વિંગ કમાન્ડર અભિનંદન સાથે વાયુસેના પ્રમુખ બી.એસ ધનોઆએ પણ મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK-ISIએ ભરપુર પ્રયાસ કર્યો કે, વિંગ કમાન્ડર છુટવાની આજીજી કરતો હોય તેવો વીડિયો બનાવે, પરંતુ...

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન સાથે મુલાકાત કરી અને તેમને કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રને તેમનાં સાહસ અને દ્રઢતા પર ગર્વ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી. ભારતીય વાયુસેનાએ એક મેડિકલ સંસ્થામાં યોજાયેલી મુલાકાત દરમિયાન, સમજવામાં આવે છે કે અભિનંદને પાકિસ્તાનની ધરપકડમાં આશરે 60 કલાક રહેવા અંગે સંરક્ષણ મંત્રીને વિસ્તારથી જણાવ્યું. 


ભારત પાસે PoKમાં એર સ્ટ્રાઇકના પુરતા પુરાવા, સરકાર જાહેર કરી શકે છે તસ્વીરો

અભિનંદનને ભારત પરત ફર્યા બાદ દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. આ દરમિયાન ડોક્ટરની એક ટીમ તેમના પર નજર રાખશે. શનિવારે સવારે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન અભિનંદને તેમને પાકિસ્તાનમાં તેમની કસ્ટડી સંબંધિત  કેટલીક વાતો વહેંચી હતી. વિંગ કમાન્ડરને એરફોર્સ  ઓફીસર્સ મેસમાં રોકવામાં આવ્યા છે.