PAK-ISIએ ભરપુર પ્રયાસ કર્યો કે, વિંગ કમાન્ડર છુટવાની આજીજી કરતો હોય તેવો વીડિયો બનાવે, પરંતુ...

પાકિસ્તાનથી ભારત ફર્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર પોતાનાં પરિવારને મળે

PAK-ISIએ ભરપુર પ્રયાસ કર્યો કે, વિંગ કમાન્ડર છુટવાની આજીજી કરતો હોય તેવો વીડિયો બનાવે, પરંતુ...

નવી દિલ્હી : પાકિસ્તાનથી ભારત ફર્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર પોતાનાં પરિવારને મળે. હવે અભિનંદનની શારીરિક તપાસ ઉપરાંત માનસિક સ્વાસ્થયનું નિર્ધારણ કરવા માટે એક મનોવૈજ્ઞાનિક દ્વારા તપાસ કરવામાં આવશે. સાથે જ તે નિશ્ચય કરવામાં આવશે કે પાકિસ્તાનમાં તેમનાં શરીરમાં કોઇ ચિપ કે અન્ય કોઇ વસ્તુ તો નથી લગાવવામાં આવી. 

બીજી તરફ બે દિવસ મળતી માહિતી અનુસાર બે દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહેવા દરમિયાન પાકિસ્તાની સેના અને આઇએસઆઇએ અનેક પ્રસંગોએ તેમને પ્રતાડિત કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની સેના અને આઇએસઆઇના અધિકારી સતત પ્રયાસ કરી રહ્યા હતા કે, જો કોઇ પણ પ્રસંગે વિંગ કમાન્ડર અભિનંદન નબળા પડતા હોય અથવા પોતાની મુક્તિ માટે ઘુંટણીયે પડે અને પોતાની મુક્તિ માટે આજીજી કરે તો તેનો વીડિયો બનાવવા માંગતું હતું. જો કે વિંગ કમાન્ડર અભિનંદનના આત્મવિશ્વાસને તોડવામાં તેઓ સદંતર નિષ્ફળ નિવડ્યા હતા. 

પોતાના મજબુત ઇરાદા જીવટતાના દમ પર અભિનંદને વાયુસેના અથવા દેશ સાથે જોડાયેલું કોઇ રાજ પાકિસ્તાનને નહોતુ જણાવ્યું. પાકિસ્તાની સેના અને આઇએસઆઇએ તેમને તેમનાં પરિવાર મુદ્દે તમામ પ્રકારનું દબાણ કર્યું પરંતુ અભિનંદન કોઇ પણ રીતે ઝુક્યા નહોતા. વિંગ કમાંડર અભિનંદને ભારત પરત ફરતાની સાથે જ સૌથી પહેલા પરિવારને મળવાનો સમય આપવામાં આવ્યો. તેમણે પોતાનાં માં, પિતાજી, પત્ની અને પુત્રને ગળે લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારમાં પિતા એર માર્શલ એસ.વર્તમાન, પત્ની, પુત્ર સાથેની મુલાકાત બાદ તેમને પરિવારથી દુર કરીને સેનાનાં આરએસ હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news