ઝી મીડિયા/બ્યૂરો :મોદી સરકાર વૈશ્વિક સ્તર પર ચીનને અલગ થલગ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તમામ દેશ ચીનની કાયરતા માટે તેની આલોચના કરી રહ્યું છે. આ વચ્ચે, રશિયાએ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ને મોસ્કોમાં 24 જૂનના રોજ યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યાં છે. રાજકીય સૂત્રોએ આ વિશે માહિતી આપી છે.


વડોદરા : વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ, બે કલાક બાદ પણ કાબૂ બહાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, દ્વિતીય વિશ્વ યુદ્ધમાં સોવિયય સંઘની જીતની 75મી વર્ષગાંઠના અવસર પર આ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. એવી સૂચના છે કે, પૂર્વીય લદ્દાખમાં ભારતીય અને ચીની સેનાની વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રક્ષા મંત્રીના કાર્યાલય આ આમંત્રણ પર સકારાત્મક તરીકે વિચારી રહ્યું છે, કારણ કે, રશિયા ભારતનો દાયકો જૂનો સૈન્ય સાથીદાર છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની મોસ્કોના રેડ સ્કેવર પર થનારી આ પરેડમાં ભાગ લેવા માટે ભારત ત્રણેય સનાઓની એક-એક ટુકડીને મોકલી રહ્યું છે. 75 સદસ્યોના ભારતીય દળ ચીન સહિત 11 દેશોની સૈન્ય ટુકડીઓની સાથે આ પરેડમાં ભાગ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર