વડોદરા : વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ, બે કલાક બાદ પણ કાબૂ બહાર
વાઘોડિયા GIDCમા આવેલી જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી ફરી વળ્યા હતા. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા, અપોલો, ગેલ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું આરંભ્યું હતું.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વાઘોડિયા GIDCમા આવેલી જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી ફરી વળ્યા હતા. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા, અપોલો, ગેલ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું આરંભ્યું હતું.
છેલ્લા બે કલાકથી પણ વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ હજી પણ કાબૂ બહાર છે. ત્યારે આગ કાબૂ બહાર જચા એગ્રો ઈન્ડસ્ટ્રીઝની સામે બાજુ આવેલ ગેલ ઈન્ડિયા ગેસ ઓથોરિટીના સંચાલકોનો જીવ પડીકે બંધાયો છે. જો આગ કાબૂમાં ન આવે તો ત્યાં પણ આગ પ્રસરી શક છે. આ આગથી કરોડોનુ નુકસાન થવાની સંભાવના છે. જોકે, આગની હોનારત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આખે આખી કંપની આગની લપેટોમા આવી ગઈ છે. એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચારે ચાર શેડ આગની લપેટમાં છે. આગ લાગવા પાછળનુ કારણ હજી અકબંધ છે.
પરંતુ આકાશમાં આગના ઘુમાડા ફરી વળતા સ્થાનિક લોકો પણ ચિંતાતુર બન્યા છે. આગ વહેલીતકે કાબૂમાં આવે તે પ્રયાસોમાં ફાયર બ્રિગેડ સવારથી કાર્યરત છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવા સતત કેમિકલ ફોગિંગ નાંખવાનું શરૂ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે