નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે છ સૈન્ય રેજિમેન્ટ માટે 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકા રોકેટ લોન્ચર ( Pinaka Rocket Launchers) ખરીદવાને લઈને બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર કર્યો. આ પગલું મેક ઈન ઈન્ડિયા (Make In India) પહેલને મોટા પાયે પ્રોત્સાહન આપા માટે ઉઠાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે પિનાકા રેજિમેન્ટને સૈન્ય દળોની સંચાલન તૈયારીઓ વધારવા માટે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદે તૈનાત કરાશે. 


ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ


ટાટા પાવર  કંપની લિમિટેડ (TPCL) અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે કરાર પર હસ્તાક્ષર કરાયા છે. જ્યારે રક્ષા ક્ષેત્રનો સરકારી ઉપક્રમ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ને પણ આ પ્રોજેક્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. બીઈએમએલ એવા વાહનો પૂરા પાડશે જેના પર રોકેટ લોન્ચરને રાખવામાં આવશે. 


રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે છ પિનાકા રેજિમેન્ટમાં ઓટોમેટેડ ગન એમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ (AGAPS)ની સાથે 114 લોન્ચર અને 45 કમાન પોસ્ટ પણ હશે. નિવેદનમાં કહેવાયું છે કે મિસાઈલ રેજિમેન્ટનું સંચાલન 2024 સુધીમાં શરૂ કરવાની યોજના છે. તેમાં કહેવાયું છે કે હથિયાર પ્રણાલીમાં 70 ટકા સ્વદેશી સામગ્રી હશે અને રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 


ભારતીય શૂરવીરોએ ચીની સૈનિકોને દમ દેખાડી ખદેડી મૂક્યા, જાણો ચીને શું કહ્યું?


પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MLRS)ને ડીઆરડીઓએ વિક્સિત કરી છે. આ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે આત્મનિર્ભર બનવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાર્વજનિક ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રદર્શિત કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube