નવી દિલ્હી : દિલ્હીમાં દરેક કોરોનાં સંક્રમિત વ્યક્તિને પાંચ દિવસ માટે ક્વોરન્ટાઇન સેન્ટરમાં વિતાવવા પડશે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બેજલે આ આદેશ આપ્યો છે. તેમણે આ આદેશને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં અધ્યક્ષ તરીકે લીધો છે. બહાર પાડવામાં આવેલા એક પ્રેસ રિલિઝ અનુસાર દિલ્હીમાં હવે દરેક કોરોના સંક્રમિત વ્યક્તિને પાંચ દિવસ કોરન્ટાઇન સેન્ટરમાં રહેવું પડશે. ત્યાર બાદ તેને હોમ આઇસોલેશન માટેની પરવાનગી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં આકાશમાંથી ભડભડ સળગતો આગનો ગોળો પડ્યો અને પછી...

આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો વ્યક્તિમાં લક્ષણ હોય તો તેના આધારે જ હોસ્પિટલ અથવા ક્વોરન્ટિન સેન્ટર ખાતે મોકલવામાં આવશે. અનિલ બેજલે પોતાનાં આદેશમાં લખ્યું કે, હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીઓની સાથે કોઇ ફિઝિકલ કોન્ટેક્ટ કે મોનિટરિંગનાં કારણે પણ દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. એવામાં ફિઝિકલ વેરિફઇકેશનની દિલ્હીમાં ફરજીયાત અનુભવ થયો છે. 


રેલવે બોર્ડની સિસ્ટમમાં ચીની હેકર્સે કર્યો હુમલો, IB દ્વારા એલર્ટ આપવામાં આવ્યું

આ ઉપરાંત તેમણે લખ્યું કે, ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની નિગરાનીમાં ડિસ્ટ્રિક્ટ સર્વિલાન્સ ઓફીસરની ટીમ આઇસોલેશન વાળા દરેક વ્યક્તિનું ફિઝિકલ વેરિફિકેશન કરશે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.  દેશની રાજધાનીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 50 હજાર નજીક પહોંચી ચુકી છે. સ્વાસ્થય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં અત્યાર સુધી 47102 કેસસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મોતનો આંકડો વધીને 1904 થઇ ચુક્યો છે. જ્યારે કોવિડ 19ના કારણે કાલે 17457 દર્દીઓ સ્વસ્થય થયા છે.


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube