નવી દિલ્હી: ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી (Cold) પડી રહી છે અને ઉત્તરી રાજસ્થાન તથા દિલ્હી સહિત ઘણા ભાગોમાં શીત લહેર (Cold Wave) ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં 27 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ (Fog) રહેવાની સંભાવના છે અને આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે (23 જાન્યુઆરી)ના રોજ ન્યૂનતમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, તો બીજી તરફ રવિવારે સવારે 10.2℃ નોંધવામાં આવ્યું હતું.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 ડિગ્રી સુધી જઇ શકે છે તાપમાન
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુસાર જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં હિમવર્ષા (Snowfall) થઇ રહી છે. જેના લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આગામી 2-4 દિવસો સુધી તાપમાન  (4℃ Fall in Temperature) ચાર ડિગ્રી સુધી નીચે જઇ શકે છે. 


કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
કેટલાક રાજ્યોમાં આગામી 48 કલાકમાં વરસાદ (Rainfall) થઇ શકે છે. હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી છે આગામી બે દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેના હેઠળ વિભાગે ઓરેંજ એલર્ટ (Orange Alert for Rain) જાહેર કરી દીધા છે. 


કાશ્મીરના તમામ ભાગમાં ભારે હિમવર્ષા
હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ અનુસાર શ્રીનગર સહિત કાશ્મીરના દરેક ભાગમાં હિમવર્ષા (Snowfall)  નોંધવામાં આવી છે. ત્યારબાદ કાશ્મીર દેશના બાકી ભાગોથી વિખૂટી પડી ગયું છે અને શ્રીનગરમાં જીવનની ગતિ પર બ્રેક લાગી ગઇ છે. શુક્રવારે રાતથી શરૂ થયેલી હિમવર્ષા શનિવાર સાંજ સુધી ઘાટીમાં ચાલુ રહી, આ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં તાજેતરના વર્ષોમાં થયેલી સૌથી ભારે હિમવર્ષા (Snowfall)  માંથી એક છે.

શ્રીનગરમાં સાંજે 8:30 વાગ્યા સુધી 5 ઇંચ હિમવર્ષા નોંધવામાં આવી અને ઉત્તરી કાશ્મીરના ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી-રિસોર્ટમાં ત્રણ ફૂટ તાજી હિમવર્ષા નોંધવામાં આવી છે. કાજીગુંડમાં 7 ઇંચ, કોકેરનાગમાં ત્રણ ઇંચ, પહેલગામમાં 12 ઇંચ અને કુપવાડામાં 15 ઇંચ હિમવર્ષા નોંધવામાં આવી છે. 


હિમવર્ષા બાદ તાપમાનમાં વધારો
હિમવર્ષા (Snowfall)  બાદ ઘાટીમાં રાત્રે તાપમાનમાં વધારો નોંધાયો હતો અને લોકોએ રાહતનો અનુભવ થયો છે. શ્રીનગર શહેરનો પારો, જે શુક્રવારે રાત્રે શૂન્યથી 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે શૂન્યથી 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું. તો ગુલમર્ગનો પારો શૂન્યથી 4.2 ડિગ્રી ઓછો નોંધાયો છે. દેશની સૌથી ઠંડી જગ્યા કારગીલ રહી, જ્યાં પારો શૂન્યથી 17.6 નીચે નોંધાયો છે. હવામાન વિભાગ (IMD)ના અનુસાર જમ્મૂ કાશ્મીરમાં આ પ્રકારનું હવામાન 25 જાન્યુઆરી બપોર સુધી રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube