દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસનો રેકોર્ડ 427 નવા કેસ, સરેરાશ દર કલાકે 17 સંક્રમિત
અત્યારે મે મહિનાની શરૂઆત થઇ છે અને પહેલાં ત્રણ દિવસમાં દિલ્હીમાં કુલ 1034 દર્દી સામે આવ્યા હતા. 330 પોઝિટિવ દર્દી હોમ કોરોન્ટાઇનમાં છે. 3 મેના રોજ 427, 2 મેના રોજ 384 અને 1 મેના રોજ 223 દર્દીની પુષ્ટિ થઇ છે.
નવી દિલ્હી: ગત 24 કલાકમાં કોરોનાના 427 નવા લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. અ અત્યાર સુધીનો એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થનાર સૌથી મોટો આંકડો છે. જે પ્રકારે રવિવારે દિલ્હીમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેના અનુસાર દર કલાકે 17 દર્દી આ વાયરસના શિકાર થઇ રહ્યા છે, જે મોટો ચિંતાનો વિષય છે. દિલ્હીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 4549 સુધી પહોંચી ગઇ છે.
અત્યારે મે મહિનાની શરૂઆત થઇ છે અને પહેલાં ત્રણ દિવસમાં દિલ્હીમાં કુલ 1034 દર્દી સામે આવ્યા હતા. 330 પોઝિટિવ દર્દી હોમ કોરોન્ટાઇનમાં છે. 3 મેના રોજ 427, 2 મેના રોજ 384 અને 1 મેના રોજ 223 દર્દીની પુષ્ટિ થઇ છે. વધુ એક ચિંતાની વાત એ છે કે દિલ્હીમાં આઇસીયૂ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, હોસ્પિટલોમાં ચાલી રહેલી સારવાર 1032 દર્દીઓમાંથી 76 આઇસીયૂમાં ભરતી છે અને બીજી તરફ હવે 13 દર્દી વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રવિવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં પહેલીવાર એમ્સનો ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર એમ્સમાં 19 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે પણ સૌથી વધુ દર્દી એલએનજેપીમાં 348 એડમિટ છે, ત્યારબાદ એમ્સ ઝજ્જરમાં 193, સફદરજંગમાં 100, મેક્સમાં 115, રાજીવ ગાંધીમાં 78, લેડી હોર્ડિંગમાં 27, આરએમએલમાં 52, અપોલોમાં 71 અને ગંગારામમાં 29 દર્દી દાખલ છે. અત્યારે સૌથી વધુ મોત આરએમએલમાં 26 છે. અત્યાર દિલ્હીમાં કુલ મોત 64 છે.
કોવિડ કેર સેન્ટરમાં 850 દર્દી એડમિટ છે. જ્યારે હેલ્થ કેર સેન્ટરમાં 172 રાખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર અત્યારે દિલ્હીમાં 96 કંટેનમેંટ છે અને અહી હવે અત્યાર સુધી 1071 પોઝિટિવ કેસ આવ્યા છે. આજે કેટ્સ એબુંલેન્સમાં કુલ 143 કોલ કરવામાં આવી હતી, જ્યારે હેલ્પલાઇન નંબર પર 1071 કોલ મળ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર .