દિલ્હી: અમિત શાહના ઘર બહાર ધરણા ધરવા જઈ રહેલા AAP ના 9 નેતાઓની અટકાયત
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના વિધાયકોને શનિવારે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર ધરણા ધરવાની મંજૂરી આપી નહતી. આવામાં જ્યારે આમ આદમી પાર્ટીના વિધાયક ગૃહમંત્રીના ઘરની બહાર ધરણા ધરવા જવા લાગ્યા તો પોલીસે તેમની અટકાયત કરી લીધી.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના વિધાયક રાઘવ ચઢ્ઢા સહિત 9 ધારાસભ્યોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. આવામાં એકવાર ફરીથી દિલ્હી (Delhi) ની આપ સરકાર અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અટકાયતમાં લેવાયેલા આપ ધારાસભ્ય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના ઘર બહાર ધરણા ધરવા જઈ રહ્યા હતા.
Parliament Attack ની આજે 19મી વરસી, PM મોદીએ કહ્યું-'કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય નહીં ભૂલીએ'
અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના વિધાયકોને શનિવારે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર ધરણા ધરવાની મંજૂરી આપી નહતી. આવામાં જ્યારે આમ આદમી પાર્ટીના વિધાયક ગૃહમંત્રીના ઘરની બહાર ધરણા ધરવા જવા લાગ્યા તો પોલીસે તેમની અટકાયત કરી લીધી.
Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન
આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું છે કે તેમના ધારાસભ્યોને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા રોકવામાં આવી રહ્યા છે. દિલ્હીના ગ્રેટર કૈલાશ વિધાનસભાના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વીટ કરીને દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો કે આપ ધારાસભ્ય ઋતુરાજની પણ ધરપકડ કરાઈ છે.
TRP Scam Case: મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી, જાણો શું છે આરોપ
બાીજી બાજુ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજના આરોપોને ફગાવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ વિધાયક ઋતુરાજની ધરપકડ થઈ નથી. તેમને ફક્ત પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. પોલીસે વિધાયક ઋતુરાજને તેમની મૂવમેન્ટ અંગે પૂછપરછ કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube