Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં
ઈમારતમાં કામ કરતા મોટા ભાગના મજૂરો રાતે પણ અહીં જ સૂતા હતાં. એક એક રૂમમાં 10-15 લોકો રહેતા હતાં. તેઓ દિવસભર કામ કરતા હતાં અને સાંજે જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી લેતા હતાં.
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ની અનાજ બજાર (Azad Mandi Fire) વિસ્તારમાં લાગેલી આગ (Fire)માં અત્યાર સુધી 43 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં મોટાભાગના મજૂરો (Labourers) હતાં જે ઈમારતમાં ચાલતી નાની મોટી ફેક્ટરીઓમાં કામ કરતા હતાં. સ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યાં મુજબ મોટા ભાગના મજૂરી યુપી બિહારના હતાં. કોઈ શાળાની બેગ બનાવતા હતાં તો કોઈ પેકેજિંગનુ કામ કરતા હતાં. શનિવારે પણ અહીં મજૂરોએ આખો દિવસ કામ કર્યા બાદ ખાટલા ભેગા થયા પરંતુ મોટા ભાગના મજૂરો સવાર જોઈ શક્યા જ નહીં.
VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ, ઘાયલોને ખભા પર બહાર લાવ્યા
ઈમારતમાં કામ કરતા મોટા ભાગના મજૂરો રાતે પણ અહીં જ સૂતા હતાં. એક એક રૂમમાં 10-15 લોકો રહેતા હતાં. તેઓ દિવસભર કામ કરતા હતાં અને સાંજે જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી લેતા હતાં. રોજીરોટીની શોધમાં પોતાના ઘરબાર છોડીને દિલ્હી આવેલા આ લોકો સાંકડી ગલીમાં આવેલા આ મકાનમાં ખુબ જ ખરાબ સ્થિતિમાં રહેતા હતાં.
Delhi Fire: PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરી
કહેવાય છે કે રહેણાંક વિસ્તારમાં આ ફેક્ટરીઓ ગેરકાયદેસર રીતે ચાલતી હતી. તેના માટે તમામ નિયમો નેવે મૂકાયા હતાં. આગ બુઝાવવા દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગ પાસેથી એનઓસી પણ લેવાઈ નહતી. પોલીસ ઈમારતના માલિકની શોધમાં છે. હાલ તેના ભાઈને કસ્ટડીમાં લેવાયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube