નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, તે સંત રવિદાસ મંદિર નિર્માણ માટે 200 ચોરસ મીટરના બદલે 400 ચોરસ મીટરની જગ્યા આપવા તૈયાર થયું છે. આમ કેન્દર્ સરકાર મંદિર નિર્માણ માટે અગાઉ કરતા વધુ જમીન આપવા રાજી થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંત રવિદાસ મંદિર કેસમાં છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, સંવેદનશીલતા અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર એ જ જગ્યાએ 100 ચોરસ મીટરની જમીન આપવાનું વચન આપ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમને પોતાના નિર્ણયની માહિતી આપી હતી. જંગલની જમીનમાં બનેલા મંદિરને સુપ્રીમ કોર્ટના આદેશ પર DDA દ્વારા ખસેડવામાં આવ્યું હતું, જેની સામે અરજીકર્તાઓને જવાબ આપતા કેન્દ્રએ માહિતી આપી હતી. 


બીજા માળથી નીચે પડ્યો બાળક, અચાનક ત્યાં આવી પહોંચી રીક્ષા, જુઓ Video


આ અગાઉ સુપ્રીમે સમાધાનનો સંકેત આપતા કોંગ્રેસના નેતા અશોક તંવર અનેપ્રદીન જૈન સાથે આ કેસમાં સમાધાન લઈને આવવા જણાવ્યું હતું. સુપ્રીમના આદેશ પછી દુઘલકાબાદ સ્થિત સંત રવિદાસ મંદિરને તોડી પડાયું હતું. ત્યાર પછી દિલ્હી અને તેની આજુબાજુના અનેક જિલ્લાઓમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયું હતું. 


વાત એમ છે કે, હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રદીપ જૈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મંદિરના પુનઃનિર્માણની માગણી કરી હતી. અરજીમાં કહેવાયું છે કે, મંદિર 600 વર્ષ જુનું છે, આથી તેના પર નવા કાયદા લાગુ થતા નથી. અરજીમાં પૂજાના અધિકાર અને આર્ટિકલ 21એનો પણ ઉલ્લેખ કરાયો હતો. 


જુઓ LIVE TV...


ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...