બીજા માળથી નીચે પડ્યો બાળક, અચાનક ત્યાં આવી પહોંચી રીક્ષા, જુઓ Video

એવું કહેવાય છે જેની ભગવાન રક્ષા કરે છે, તેને કોઇ નુકસાન પહોંચાડી શકતું નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે મધ્ય પ્રદેશ (MadhyaPradesh)ના ટીકમગઢનો છે. ટીકમગઢ (Tikamgarh) જિલ્લામાં લોકો તે સમયે આશ્ચર્ય પામ્યા હતા

બીજા માળથી નીચે પડ્યો બાળક, અચાનક ત્યાં આવી પહોંચી રીક્ષા, જુઓ Video

ટીકમઢ: એવું કહેવાય છે જેની ભગવાન રક્ષા કરે છે, તેને કોઇ નુકસાન પહોંચાડી શકતું નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે મધ્ય પ્રદેશ (MadhyaPradesh)ના ટીકમગઢનો છે. ટીકમગઢ (Tikamgarh) જિલ્લામાં લોકો તે સમયે આશ્ચર્ય પામ્યા હતા. જ્યારે એક ત્રણ વર્ષનું માસૂમ બાળક બે માળના મકાનની છત પરથી નીચે પડ્યો અને તે જ સમયે ત્યાં રિક્ષા આવી ગઇ હતી. જો કે, આટલી ઉંચાઇએથી નીચે પડવા છતાં આ બાળકનો ચમતકારી બચાવ થયો હતો. દુર્ઘટના બાદ પહેતા તો બાળકના પરિવારજનો ગભરાઇ ગયા હતા. પરંતુ જ્યારે બાળકને સ્વસ્થ જોય ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો હતો. જો કે, આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક છત પરથી નીચે પડતો જોવા મળી રહ્યો છે.

સંપૂર્ણ ઘટના ટીકમગઢ શહેરના સૌથી વ્યસ્ત માર્કેની છે, જ્યાં વ્યવસાયી આશીષ જૈનનો ત્રણ વર્ષનો પુત્ર તેના દાદા સાથે ઘરની છત પર રમી રહ્યો હતો. આ વચ્ચે અચાનક તે રમતા રમતા ઘરની છત પરથી નીચે પડી ગયો હતો. જો કે, તે જ સમયે નીચે રસ્તા પરથી એક રીક્ષા પસાર થઇ રહી હતી. જેના કારણે આ બાળક સીધો રીક્ષામાં પડ્યો અને આ એક ચમતકાર જ હતો કે આટલી ઉંચાઇથી નીચે પડવા છતાં બાળકને સામાન્ય ઈજા પણ પહોંચી ન હતી.

બાળકને નીચે પડતા જોઇ પરિવારજનો દોડીને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બાળકને સ્વસ્થ જોઇ તેમણે ભગવાન અને રીક્ષાવાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ પરિવારજનો તાત્કાલીક બાળકને લઇને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ બાળકને સ્વસ્થ જણાવ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે રીક્ષાવાળો ભગવાનના રૂપમાં આવ્યો હતો. જેના કારણે બાળખ સહકુશળ બચી ગયો હતો. જો કે, બાળકના નીચે પડવાથી રીક્ષા સંપૂર્ણ રીતે તૂટી ગઈ પરંતુ બાળકને સામાન્ય ઈજા પણ પહોંચી ન હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news