નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ડાબેરી વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે. એબીવીપીની જેએનયુ યુનિટે દાવો કર્યો છે કે રવિવારે મોડી રાતે થયેલી આ મારપીટમાં તેમના અનેક કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એબીવીપીની  બેઠક દરમિયાન મારપીટ
એબીવીપીના જણાવ્યાં મુજબ જેએનયુના સ્ટુડન્ટ એક્ટિવિટી રૂમમાં  (JNU Student Activity Room) તેમની બેઠક થઈ રહી હતી. જેના વિરોધમાં રવિવારે રાતે 9.45 વાગે ડાબેરી વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા અને એબીવીપીની મીટિંગનો વિરોધ કર્યા બાદ લેફ્ટના વિદ્યાર્થીઓએ મારપીટ કરી. 


ઘાયલ વિદ્યાર્થીઓ એમ્સમાં દાખલ
ABVP દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ લેફ્ટના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા હુમલામાં એબીવીપીના અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં  વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે અને ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓ હાલ એમ્સમાં સારવાર હેઠળ છે. 


મહિલાઓ અને દિવ્યાંગો ઉપર પણ કર્યો હુમલો
ABVP ના જણાવ્યાં મુજબ ડાબેરી વિદ્યાર્થીઓએ મહિલાઓ અને દિવ્યાંગો ઉપર પણ હુમલો કર્યો. જેએનયુમાં ભણતી અને એબીવીપી સાથે જોડાયેલી શ્રીદેવીની ગરદન પર ડાબેરી વિદ્યાર્થીઓએ માર્યું, જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થી અંકિતની પણ પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓના હુમલામાં કન્હૈયા અને અભિષેક નામના વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને બંનેને ફ્રેક્ચર થયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube