નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસ હજુ વધશે. તેમણે સાથે કહ્યું કે દિલ્હીની તમામ હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ મુજબ તમામની સારવાર થશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન થશે. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહતના સમાચાર: દેશમાં પહેલીવાર કોરોનાને માત આપનારાઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા વધી 


ફૂટવાનો છે કોરોના બોમ્બ-કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે ગઈ કાલે SDMAની બેઠક થઈ હતી. ત્યાં સરકારે જે આંકડા રજુ કર્યાં તે દર્શાવે છે કે આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના ખુબ ઝડપથી ફેલાશે. તેમણે કહ્યું કે 15 જૂનના રોજ 44000 કેસ થઈ જશે. 30 જૂન સુધીમાં એક
સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે પહેલા દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરવાની જાહેરાત કરી હતી જેને ઉપરાજ્યપાલે પલટી નાખ્યો. ઉપરાજ્યપાલે આદેશ આપ્યો કે દિલ્હીની દરેક હોસ્પિટલમાં બધાની સારવાર થશે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર અને એલજીએ આદેશ રદ કર્યો તો હવે જે નિર્ણય કેન્દ્રનો થયો તેને લાગુ કરાશે. હવે તેના પર કોઈ લડાઈ ઝગડો નહીં થાય. હું બધાને મેસેજ આપવા માંગુ છું કે કેન્દ્રના નિર્ણયને લાગુ કરવામાં આવશે. પડકાર છે, ખુબ મોટો પડકાર છે. 


કોરોનાના કેસમાં ભારતની સ્થિતિ બીજા ઘણા દેશો કરતાં સારી: ડો હર્ષવર્ધન


યુદ્ધસ્તરે કરવી પડશે તૈયારી
સીએમ કેજરીવાલે કહ્યું કે કોરોના બોમ્બ ફૂટે તેને પહોંચી વળવા માટે મોટા પાયે તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે 15 જૂન સુધીમાં 6681 બેડની જરૂર છે. 30 જૂન સુધીમાં 15 હજાર બેડ, 15 જુલાઈ સુધીમાં 33 હજાર બેડ અને 31 જુલાઈ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે. પડકાર ખુબ મોટો છે. 


અત્યારે સમય રાજનીતિનો નથી, મળીને લડીશુ તો જ કોરોના સામે જીતીશું
તેમણે કહ્યું કે હાલ રાજકારણ રમવાનો સમય નથી. હું જોઉ છું કે ભાજપવાળા આપ સાથે અને આપવાળા કોંગ્રેસ સાથે લડી રહ્યાં છે. જો આપણે બધા પરસ્પર લડતા રહ્યાં તો કોરોના જીતી જશે. આપણે એકજૂથ થવાનું છે અને આપણે એક દેશ બનવાનું છે. જ્યાં સુધી બધા મળીને નહી લડે ત્યાં સુધી આપણે કોરોનાને હરાવી શકીશું નહીં. બધી સરકારો, બધી સંસ્થાઓ, પાર્ટીઓએ મળીને કોરોનાને હરાવવાનો છે. આપણે એકજૂથ થઈ જઈએ તો કોરોનાને હરાવી દઈશું. 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ


કોરોના વિરુદ્ધ કરવું પડશે જન આંદોલન
દિલ્હીના સીએમએ કહ્યું કે કોરોના વિરુદ્ધ જંગમાં બધાએ મળીને લડવું પડશે. તેમણે કહ્યું કે આપણે બધાને કોરોનાથી બચાવવાના છે. હવે તેને જન આંદોલન બનાવવાનું છે. માસ્ક પહેરીને ઘરમાંથી બહાર નીકળવાનું છે, વારંવાર હાથ ધોવાના છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનુ છે. આપણે એ પણ જોવાનું છે કે જો કોઈ ન કરે તો તેને હાથ જોડીને વિનંતી કરવાની. 


31 જુલાઈ સુધીમાં 1.5 લાખ બેડની જરૂર
કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીની હોસ્પિટલોમાં બધાની સારવાર થશે. અહીં 31 જુલાઈ સુધીમાં લગભગ 1.5 લાખ બેડની જરૂર પડશે. તેમણે કહ્યું કે હું હવે પોતે ગ્રાઉન્ડ સ્તરે ઉતરીશ. સ્ટેડિયમ, બેન્ક્વેટ હોલ અને હોટલને તૈયાર કરવા પડશે. અમારી પ્રમાણિક કોશિશ રહેશે. કોઈ કમી નહીં રહે. આ આફત એટલી મોટી છે, માનવ જાતિના ઈતિહાસમાં આટલી મોટી આફત ક્યારેય નહીં આવી. હું પાડોશી રાજ્યોને પણ વિનંતી કરુ છું કે તેઓ ત્યાં દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરે જેથી કરીને ઓછામાં ઓછા લોકોને દિલ્હી આવવાની જરૂર પડે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube