નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસ (Corona in delhi) ને કારણે રવિવારે 273 લોકોના મૃત્યુ થયા, જે 21 એપ્રિલ બાદ સૌથી ઓછા છે. તો નવા 13336 કેસ સામે આવ્યા અને સંક્રમણ દર 21.67 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, 12 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ  છે અને તેનું કારણ શનિવારે ઓછા (61,552) ઓછા ટેસ્ટિંગ કરવા છે. સરકારી આંકડા પ્રમાણે સંક્રમણ દર 16 એપ્રિલ બાદ સૌથી ઓછો છે, જ્યારે તે 19.7 ટકા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ આઇસોલેશનમાં રહેતા લોકોની સંખ્યા 52263
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા 14738 રહી. દિલ્હી સરકાર તરફથી જારી હેલ્થ બુલેટિન પ્રમાણે રાજધાનીની હોસ્પિટલોમાં 22545 બેડમાં 2633 બેડ હજુ ખાલી છે. તો 19912 બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય ડેડિકેટેડ કોવિડ કેરમાં કુલ ઉપલબ્ધ 5525 બેડમાંથી 4899 બેડ ખાલી છે. બીજીતરફ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ 206માંથી 111 બેડ ખાલી છે. રાજધાનીમાં હોમ આઇસોલેશનમાં રહેતા લોકોની સંખ્યા 52263 છે. 


PM મોદીએ પંજાબ, બિહાર સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર કરી વાત


17 તારીખ સુધી લૉકડાઉન લંબાવાયુ, મેટ્રો પણ બંધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં લાગૂ લૉકડાઉનને 17 મે સુધી એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું. આ દરમિયાન મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો થયો છે પરંતુ મહામારીની બીજી લહેરમાં થોડી પણ છૂટછાટ અત્યાર સુધી હાસિલ કરેલી સફળતાને સમાપ્ત કરી દેશે. 


કેજરીવાલ બોલ્યા- મજબૂરીમાં લાગૂ કરવું પડ્યુ લૉકડાઉન
તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારાને જોતા 20 એપ્રિલે લૉકડાઉન લાગૂ કરવા મજબૂર થવું પડ્યું. પરંતુ કેસમાં ઘટાડો થયો છે અને સંક્રમણ દર છ એપ્રિલે સૌથી વધુ 35 ટકા હતો હવે 23 ટકા રહી ગયો છે. લૉકડાઉન સોમવારે સવારે પાંચ કલાકે સમાપ્ત થવાનું હતું પરંતુ હવે 17 મેની સવાર સુધી વધારી દેવામાં આવ્યું છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube