PM મોદીએ પંજાબ, બિહાર સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ સાથે વાત કરી કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કર્ણાટક, બિહાર, પંજાબ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. સત્તાવાર સૂત્રો અનુસાર પીએમ મોદીએ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી છે. મુખ્યમંત્રીઓએ તેમને મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા ઉપાયોની જાણકારી આપી છે. પીએમ મોદી છેલ્લા કેટલાક દિવસથી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ સાથે વાત કરી રહ્યાં છે. જેથી મહામારીની સ્થિતિ જાણી શકાય અને સૂચનો આપી શકાય.
આ પહેલા પણ શનિવારે પીએમ મોદીએ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ શનિવારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ પહેલા શુક્રવારે પીએમે મણિપુર, ત્રિપુરા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તો તેમણે જમ્મુ-કાશ્મીર અને પુડુચેરીના ઉપરાજ્યપાલ સાથે પણ વાત કરી કોરોનાની વર્તમાન સ્થિતિની જાણકારી મેળવી હતી.
દેશમાં પાંચમી વાર ચાર લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4,03,738 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,22,96,414 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,83,17,404 લોકો રિકવર થયા છે. જ્યારે 37,36,648 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાએ એક દિવસમાં 4092 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,42,362 પર પહોંચી ગઈ છે. જો કે હવે રિકવર થનારા દર્દીની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3,86,444 દર્દીઓ રિકવર થયા. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,94,39,663 લોકોને રસી અપાઈ છે.
શનિવારે 18 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાં 18,65,428 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો હવે 30,22,75,471 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે