નવી દિલ્હીઃ નિઝામુદ્દીન મરકઝથી નિકળેલા કોરોના વાયરસના ત્રીજા સંક્રમિતનું મોત થઈ ગયું છે. આ રીતે રાજધાનીમાં મોતનો આંકડો 5 થઈ ગયો છે. તેમાંથી 3 મરકઝ સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લા 24 કલાકમાં 91 કેસ સામે આવ્યા છે. મુખ્યપ્રધાન કેજરીવાલે આ જાણકારી આપતા કર્યું કે દિલ્હીમાં કુલ 384 કોરોના સંક્રમિતોમાં તબલિગી જમાતના 259 લોકો છે. મરકઝના દર્દીઓને કારણે અચાનક કોરોનાના કેસમાં વધારો થયો છે. પરંતુ સારી વાત છે કે તે હજુ દિલ્હીમાં ફેલાવાનો શરૂ થયો નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, આ પ્રકારે સાવધાની રાખવી જોઈએ. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, કોઈએ ડરવાની જરૂર નથી. આ સિવાય દિલ્હીમાં કોરોનાથી પીડિત 2 લોકોની સ્થિતિ ગંભીર છે, જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 રાજ્યોમાં તબલિગી જમાતના 647 લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, છેલ્લા દિવસોમાં દિલ્હી સ્થિત નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિગી જમાતના ધાર્મિક આયોજનમાં ભાગ લેનારામાંથી અત્યાર સુધી કુલ 647 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. આ લોકો 14 રાજ્યોના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે નિયમિત સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે, છેલ્લા બે દિવસોમાં તબલિગી જમાતના 647 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ લોકો આસામ, અંડમાન નિકોબાર, દિલ્હી, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી છે. 


દર 100 વર્ષમાં થાય છે મહામારીનો હુમલો, કરોડો લોકો ગુમાવે છે જીવ


તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 2301 મામલા સામે આવ્યા છે. તેમાં 56 દર્દીઓના મોત થયા છે અને 156 લોકોને સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. 


તેમણે લોકોનાના સંક્રમણના ક્રમને તોડવા માટે લાગૂ દેશવ્યાપી બંધને ઉપયોગી ઉપાય જણાવતા કહ્યું કે, સંક્રમણના મામલામાં જે વધારો છેલ્લા કેટલાક દિવસમાં થયો છે, તેનું મુખ્ય કારણ એક ખાસ ઘટના રહી છે. અગ્રવાલે કહ્યું કે, જો આ ઘટનાને છોડી દેવામાં આવે તો લૉકડાઉન અને આ દરમિયાન સામાજીક અંતરના ઉપાયોને કારણે નવા મામલાની ઝડપથી વધારો થઈ રહ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર