નવી દિલ્હી: રાજધાની દિલ્હીના કરોલ બાગ સ્થિત અર્પિત હોટલમાં મંગળવાર (12 ફેબ્રુઆરી) સવારે ભીષણ આગ લાગી છે. આગ હોલટના સૌથી ઉપરના માળે લાગી છે. હોલટમાં આગની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભૂપેન હજારિકાનાં પુત્રનો ભારત રત્ન લેવાનો ઇન્કાર, ભાઇએ કહ્યું હું સંમત નથી


17 લોકોની મોતની પૂષ્ટિ
ન્યૂઝ એજન્સી ANIના રીપોર્ટ અનુસાર, હોટલની આગમાં 17 વ્યક્તિઓના મોત થયા છે. જે લોકો હોટલમાં ફસાયેલા છે તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે, અત્યાર સુધી આ વાતની જાણાકારી મળી નથી કે કયા કારણોસર આ આગ લાગી છે.


CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવે સુપ્રીમ સક્ષમ હાજર થતા પહેલા માંગી માફી


મળતી જાણકારી અનુસાર, હોટલમાંથી અત્યાર સુધીમાં 25થી વધારે લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે. આગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...