પ્રાઇવેટ સ્કૂલોની નહી ચાલે મનમાની, દિલ્હી સરકારે જાહેર કર્યો આદેશ
દિલ્હી સરકારે ખાનગી સ્કૂલોમાં ટ્યૂશન ફી ઉપરાંત કોઇ ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં દિલ્હી શિક્ષણ નિર્દેશાલયે 18 એપ્રિલના રોજ જાહેર કરેલા નિર્દેશોની વૈધતા યથાવત રાખતાં નવો આદેશ જાહેર કર્યો છે.
નવી દિલ્હી: દિલ્હી સરકારે ખાનગી સ્કૂલોમાં ટ્યૂશન ફી ઉપરાંત કોઇ ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં દિલ્હી શિક્ષણ નિર્દેશાલયે 18 એપ્રિલના રોજ જાહેર કરેલા નિર્દેશોની વૈધતા યથાવત રાખતાં નવો આદેશ જાહેર કર્યો છે.
શિક્ષણ નિર્દેશાલયના સર્કુલર અનુસાર જ્યાં સુધી સ્કૂલ ખુલી જતી નથી, ત્યાં સુધી ખાનગી સ્કૂલ વાલીઓ પાસેથી ટ્યૂશન ફી ઉપરાંત કોઇ વધારાનો ચાર્જ લઇ શકશે નહી. સ્કૂલ ખૂલ્યા બાદ પણ તે અગાઉના સમયની ટ્રાંસપોર્ટ ફી વસૂલી શકશે નહી.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક સત્ર 2020-21માં કોઇપણ સ્કૂલ ફી વધારશે નહી. ભલે તે ડીડીએની રાહત જમીન પર બનેલી હોય અથવા પોતાની ખાનગી જમીન પર. જો કોઇ સ્કૂલ ફી વધારવા માંગે છે તો તેને શિક્ષણ નિર્દેશ પાસેથી મંજૂરી લેવી પડશે.
સ્કૂલોને કોઇપણ જાતના ભેદભાવ વિના તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં સામેલ કરવા પડશે. આ ઉપરાંત તેને વિદ્યાર્થીઓને આઇડી અને પાસવર્ડ ઉપલબ્ધ કરાવવા પડશે.
સર્કુલરમાં કહેવામાં આવ્યું જો કોઇ માતા-પિતા આર્થિક સમસ્યાના લીધે સ્કૂલ ફી ભરી શકતા નથી તો સ્કૂલ મેનેજમેન્ટ તેમને ઓનલાઇન ક્લાસથી વંચિત રાખી શકશે નહી. સ્કૂલ મેનેજમેન્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફંડ ખોટને આધાર બનાવીને પોતાના સ્ટાફની સેલરીમાં કાપ અથવા બંધ કરવાની કાર્યવાહી કરી શકશે નહી.
શિક્ષા નિર્દેશાલાયે કહ્યું કે જો કોઇ સ્કૂલ મેનેજમેન્ટ પેરેન્ટ્સ પાસેથી વાર્ષિક ચાર્જ, વિકાસ ચાર્જ જેવા ચાર્જ વસૂલે છે તો તે ગેરકાનૂની કૃત્ય હશે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube