નવી દિલ્હી : દિલ્હીમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાવા જઇ રહેલા વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી અહીં આમ આદમી પાર્ટીની સરકાર મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસોથી મફતમાં મુસાફરી કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આ પગલાનો ઉદ્દેશ્ય મહિલાઓને જાહેર વાહનનો ઉપયોગ કરવા માટે પ્રોસ્તાહીત કરવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળ: નાસ્તિક વિદ્યાર્થીઓને કોલેજ ફોર્મમાં મળશે માનવતાનો નવો વિકલ્પ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે નવી દિલ્હીમાં એક જનસબામાં તેમ પણ કહ્યું કે, તેમની સરકાર વિજ બિલમાં ફિક્સ્ડ ચાર્જને ઘટાડવા માટે શહેરનાં વિદ્યુત વિનિયામકની સાથે વાત કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર ડીટીસી બસો અને દિલ્હી મેટ્રોમાં મહિલાઓનાં ભાડામાંથી મુક્તિ આપવા અંગે વિચારી રહી છે. જેથી તેમની સુરક્ષાને ધ્યાને રાખી તેને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. 


ટ્વીટર પરથી ગાયબ થયા કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ દિવ્યા સ્પંદના, જાણો સમગ્ર વિવાદ
કાશ્મીર ખીણમાં સેનાએ પાંચ મહિનામાં 101 આતંકવાદીને ઠાર મરાયા, શોપિયામાં સૌથી વધુ
અલગ અળગ પાસાઓ પર ચર્ચા કરવા માટે બેઠકોનું આયોજન
દિલ્હી સરકારનાં એક અધિકારીએ કહ્યું કે, પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે તમામ જાહેર પરિવહન બસો ડીટીસી અને ડીઆઇએમટીએસ તથા દિલ્હી મેટ્રોમાં મહિલાઓને ભાડામાંથી છુટ આપવાના  અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી છે. જો કે પરિવહન વિભાગનાં અધિકારીએ આ વાતનો ઉલ્લેખ કર્યો કે મેટ્રો ટ્રેનમાં તેને લાગુ કરવામાં થોડી મુશ્કેલી થશે. દિલ્હી મેટ્રો રેલ નિગમમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર 50:50ના ભાગીદાર છે. 


મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન
ફિક્સ્ડ ચાર્જ અંગે સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો કે દિલ્હી સરકા પાસેથી સલાહ કર્યા વગર દિલ્હી વિદ્યુત વિનિયામક પંચ (ડીઇઆરસી)એ ગત્ત વર્ષે વિદ્યુત શુલ્કનો ફિક્સ્ડ ચાર્જ વધારી દીધો હતો. તેમણે કહ્યું કે, આવતા મહિને આ નવો શુલ્ક નિર્ધારિત કરવામાં આવશે. અમે ડીઇઆરસી ફિક્સ્ડ ચાર્જને પહેલાના સ્તર પર લાવવા માટે જણાવ્યું છે અને તેના પર તેઓ તૈયાર થવાની સંભાવના છે.