નવી દિલ્હી/બ્યૂરો :દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને રાજધાનીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જૈનને ગઈકાલે રાત્રે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં છે. અહીં કોરોનાના અત્યાર સુધી 42000 થી વધુ કેસ સામે આવ્યા છે. 


સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ 


સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્યેન્દ્ર જૈને ખુદ ટ્વિટ કરીને પોતાના હોસ્પિટલમાં હોવાની માહિતી આપી છે. તેઓએ કહ્યું કે, વધુ ખાંસી અને ઓક્સિજનના સ્તરમાં અચાનક ઘટાડો થવાને કારણે ગઈકાલે રાત્રે હું રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી થયો છું. તમને આગળની માહિતી આપતો રહીશ.


જૈને કહ્યું હતું કે....
સત્યેન્દ્ર જૈન ગત કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાની તૈયારીઓમાં લઈને બેઠક કરી રહ્યાં હતા. તેઓ ખુદ કહી ચૂક્યા છે કે, દિલ્હીમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે. જોકે, કેન્દ્ર સરકાર આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર