નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) એ સોમવારે વોટ્સએપ (Whatsapp) ની નવી પ્રાઇવેસી પોલિસીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજીકર્તાએ અપીલ કરતા કહ્યું કે, વોટ્સએપની નવી પોલિસી (WhatsApp Privacy Policy) થી નિજતાનો ભંગ થાય છે. તેથી સરકાર તેના પર કાર્યવાહી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે કહ્યું- પ્રાઇવેસી ભંગ થાય તો ડિલીટ કરી દો
દિલ્હી હાઈકોર્ટ  (Delhi High Court) એ સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું કે, તેના પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે. મામલાની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ થશે. આ સાથે કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું, 'આ એક ખાનગી એપ છે અને જો તમને ગોપનિયતા વિશે વધુ ચિંતા છે તો તમે વોટ્સએપ (WhatsApp) છોડી દો અને બીજી એપ પર જતા રહો. આ સ્વૈચ્છિક વસ્તુ છે.'


અરજીકર્તાએ કરી હતી અપીલ
વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે અને કહ્યું કે, તેના વિરુદ્ધ સરકારે પગલા ભરવા જોઈએ, કારણ કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલ નિજતાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે. અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે, વોટ્સએપ (WhatsApp) સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત જાણકારી શેર કરવા ઈચ્છે છે, જેના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ નંદીગ્રામથી ચૂંટણી લડશે Mamata Banerjee, શુભેંદુના ગઢમાં કર્યું શક્તિ પ્રદર્શન  


બધી એપ કરે છે ડેટા કેપ્ચરઃ કોર્ટ
અરજીકર્તાએ દલીલમાં કહ્યું કે, વોટ્સએપ અને ફેસબુક (Whatsapp-Facebook) એકત્ર કરવામાં આવેલા ડેટાથી યૂઝર્સના વ્યવહારનું વિશ્લેષણ કરે છે. તેના જવાબમાં ન્યાયમૂર્તિ સંજીવ સચવેદા  (Sanjeev Sachdeva ) એ કહ્યુ, માત્ર વોટ્સએપ જ નહીં, તમામ એપ્લિકેશન આમ કરે છે. શું તમે ગૂગલ મેપ (Google Map) નો ઉપયોગ કરો છો? શું તમે જાણો છો કે તે તમારા ડેટાને કેપ્ચર અને શેર કરે છે?


વોટ્સએપે સ્થગિત કરી નવી પોલિસી
મહત્વનું છે કે વોટ્સએપે (WhatsApp) હાલમાં પ્રાઇવેસી પોલિસીમાં ફેરફાર કર્યો હતો અને યૂઝર્સને તેનું નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધુ હતુ, જેમાં જણાવવામાં આવ્યું કે, વોટ્સએપનો ઉપયોગ કરનાર યૂઝર્સે 8 ફેબ્રુઆરી, 2021 સુધી નવી શરતોનો સ્વીકાર કરવો પડશે. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ અને કંપનીએ પોલિસીને સ્થગિત કરવી પડી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube