નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર અને હત્યા મામલામાં દિલ્હી હાઈકોર્ટ બુધવારે પોતાનો ચુકાદો આપશે. આ બાબતે કેન્દ્ર અને તિહાડ જેલ તંત્રએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટ્રાયલ કોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે જેમાં નિર્ભયા કાંડના દોષીતોની ફાંસી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયા મામલામાં ચાર દોષીતોની ફાંસીની સજા પર અનિશ્ચિતકાળ પ્રતિબંધને પડકારતી કેન્દ્ર સરકારની અરજી પર દિલ્હી હાઈકોર્ટે રવિવારે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 


ચાર દોષીતો- વિનય, પવન, અક્ષય અને મુકેશ- પહેલા 22 જાન્યુઆરીએ સવારે ફાંસી આપવાની હતી અને બાદમાં આ સમયમાં ફેરફાર કરીને એક ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે કરવામાં આવ્યો હતો. પરંતુ 31 ડિસેમ્બરે મુકેશ તરફથી ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને અન્ય દોષીતોએ હજુ સુધી પોતાના કાયદાકીય ઉપાયોગનો ઉપયોગ કર્યો નથી અને તેને અલગ-અલગ ફાંસી ન આપી શકાય. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...