વ્યસ્ક મહિલા પોતાની મરજીથી ગમે ત્યાં અને ગમે તેની સાથે રહી શકેઃ દિલ્હી HCનો મોટો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, વયસ્ક યુવતી ગમે ત્યાં અને ગમે તેની સાથે રહી શકે છે.
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર વયસ્ક યુવતીને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જ્યાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે. હાઈકોર્ટે પોલીસને કહ્યું કે, તે પોતાની મરજીથી ઘર છોડીને જતી અને પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરનાર 20 વર્ષની યુવતાના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે અને તેમને સમજાવે કે તે પુત્રી-જમાઈને ધમકારે નહીં ન તો કાયદો પોતાના હાથમાં લે.
પતિને પત્નીને પોતાના ઘરે લઈ જવાનો આદેશ
હાઈકોર્ટે કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જ્યાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે. ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની પીઠે નિર્દેશ આપ્યો કે યુવતીને વ્યક્તિ (પતિ)ની સાથે રહેવાની મંજૂરી છે. કોર્ટે પોલીસને તે વ્યક્તિને ઘરે લઈ જવાનું કહ્યું હતું.
હું કોઈપણ કિંમતે મધ્યપ્રદેશની ધરતી પર 'લવ-જેહાદ'ની મંજૂરી આપીશ નહીંઃ સીએમ શિવરાજ
યુવતીને પોલીસ તેના ઘરે છોડી આવે
પીઠે કહ્યું, 'યુવતી વયસ્ક હોવાને કારણે જ્યાં ઈચ્છે, જેની સાથે ઈચ્છે રહી શકે છે. તેથી અમે નિર્દેશ આપીએ કે યુવતીને વાદી નંબર 3 (વ્યક્તિ)ની સાથે રહેવાની મંજૂરી છે. અમે પોલીસ અને તંત્રને નિર્દેશ આપીએ છીએ કે તે યુવતીને વ્યક્તિના ઘરે છોડીને આવે.' પીઠે પોલીસને કહ્યું કે, તે યુવતીના માતા-પિતા અને બહેનને સમજાવે કે તે કાયદો પોતાના હાથમાં ન લે અને યુવતી કે યુવકને ધમકી ન આપે.
જરૂરી પડે તો કરે પોલીસનો સંપર્ક
કોર્ટે કહ્યું કે, યુવતી અને તેના પતિને તેના નિવાસ્થાન સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીનો મોબાઇલ નંબર આપવામાં આવે જેથી જરૂર પડે તો તે પોલીસનો સંપર્ક કરી શકે. કોર્ટે યુવતીની બહેન દ્વારા દાખલ હેબિયસ કોર્પસ (habeas corpus plea) અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube