Delhi To Jaipur In 3 Hours: ભારત સરકાર દ્વારા દેશના રાષ્ટ્રીય દોરી માર્ગોને ડેવલપ કરવાનું કામ ખુબ ઝડપભેર આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આવાગમનની સમસ્યાના નિવારણ માટે વિકાસના ટ્રેકને વધુ તેજ બનાવવાનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દિલ્હી ટૂર જયપૂરના રૂટને એકદમ સરળ અને આસાન બનાવવામાં આવ્યો છે. PM મોદી આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેના ઉદઘાટન બાદ દિલ્હીથી જયપુર જવામાં માત્ર 3 કલાકનો સમય લાગશે. 14 ફેબ્રુઆરીથી તેને સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે ખોલવામાં આવશે. સોહના અને દૌસા વચ્ચેનું અંતર 246 કિલોમીટર છે, જ્યારે ભારતના બે મોટા શહેરોને જોડતો સમગ્ર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,380 કિલોમીટર લાંબો હશે. ચાલો હવે તમને એક્સપ્રેસ વે અને સોહના-દૌસા સેક્શનની વિશેષતા જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ ત્રણ કલાક થઈ જશે. આ વિભાગ શરૂ થવાથી સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. સોહના-દૌસા વિભાગ હરિયાણામાં 160 કિલોમીટરનું અંતર કાપશે અને ગુરુગ્રામ, પલવલ અને નૂહ જિલ્લામાંથી પસાર થશે. જેમાં ગુરુગ્રામ જિલ્લાના 11 ગામ, પલવલના સાત ગામ અને નૂહ જિલ્લાના 47 ગામોનો સમાવેશ થશે. આ વિભાગ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે સાથે સીધો જોડાયેલ હશે - DND થી જેતપુર, જેતપુરથી બલ્લભગઢ અને બલ્લભગઢથી સોહના સુધી.


દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિ.મી છે.  તેના નિર્માણ પછી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું મુસાફરી અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો - દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.