Delhi Krishna Nagar Fire: દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં પણ એક ઘરમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ આગ ચાર માળની બિલ્ડીંગની પાર્કિંગમાં ઉભેલી 11 બાઇકોમાં લાગી હતી અને પહેલા માળ સુધી ફેલાઇ હતી. ત્યારબાદ ઉપરના માળ સુધી ધુમાડો ભરાઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JEE Advanced Exam ની પરીક્ષા આજે, સેન્ટર પર જતાં પહેલાં જાણી લો આ 15 નિયમો
બેબી કેર સેન્ટરમાં આગ લાગતાં 6 બાળકોના મોત, 11 નવજાતનું કરાયું રેસ્ક્યૂ


પોલીસના જણાવ્યા અનુસાર આ આગની ઘટના મોડી રાત્રે ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયાની પાસે શેરી નંબર એકમાં છછી બિલ્ડિંગમાં બની હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.


Phalodi Satta Bazar ની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે IPL 2024 નો ખિતાબ


મળતી માહિતી મુજબ જ્યારે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પહેલા માળે એક બળી ગયેલી લાશ મળી હતી અને ઉપરના માળેથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.


Love Story: શું છે Kavya Maran નું રિલેશનશિપ સ્ટેટસ? પંત-અભિષેક સાથે રહ્યા છે રિલેશન
પિતાના મિત્રની છોકરી પર ફીદા થયો હતો આ Indian Cricketer, લગ્ન માટે મૂકી હતી શરત


આ પહેલાં દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 6 બાળકોના મોત થયા છે. શનિવારે મોટી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલના અનુસાર સૂચના મળ્યા બાદ 16 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 11 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરવામાં સફળ રહ્યા હતા. 


Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
Stocks to BUY: મજબૂત ફંડામેંટલવાળા 5 દમદાર Stocks, આસમાને પહોંચશે ભાવ


અધિકારીઓનું કહેવું છે કે બેબી કેર સેન્ટરથી 11 નવજાત શિશુઓને બચાવવામાં આવ્યા પરંતુ છના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અકસ્માતનો શિકાર બનેલા એક બાળક સહિત છ લોકો વેન્ટીલેટર પર છે. 


48 રૂપિયાનો આ શેર પહેલાં જ દિવસે 147 રૂપિયે પહોંચ્યો, 200% થી વધુનો કરાવ્યો ફાયદો
Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન